કપિલ શર્માના વિવાદ પર આવ્યું ‘ગુત્થી’નું નિવેદન, આપી આ સલાહ
થોડા દિવસ પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ટ્વિટર પર એક બીજા સામે થઈ ગયા હતા. સુનીલે ટ્વિટર પર લખ્યું કે તેને કપિલના શો માટે કોઈ ઓફર મળી નથી. જેના પર કપિલે રિપ્લાઈ કર્યો કે તેણે સુનીલને 100 વખત કોલ કર્યો હતો.
આ બાબતે જ્યારે સુનીલ ગ્રોવરને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘હું માત્ર એટલું કહેવા માંગીશ કે કપિલે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. તેનો પરિવાર તેનું ધ્યાન રાખે અને તે જલદી ઠીક થઈ જાય.’
નવી દિલ્હીઃ કોમેડિયન કપિલ શર્મા અત્યાર સુધીના પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વિતેલા વર્ષે જ્યારે ટીમની સાથે લડાઈને લઈને કપિલ લાઈમલાઈટમાં આવ્યા હતા ત્યારે હવે અભદ્ર ભાષામાં ટ્વિટ કરવા અને પત્રકારને ફોન પર ગાળો આપવાને લઈને ચર્ચામાં છે. કપિલ પર ચાલી રહેલ આ વિવાદ પર કપિલ થોડા દિવસ પહેલા જ મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે તેને ખબર છે કે તે શું કરી રહ્યા છે. હવે સુનીલ ગ્રોવરે પણ કપિલ શર્માના સ્વાસ્થ્યને લઈને મૌન તોડ્યું અને પોતાનું નિવેદન આપ્યું છે.
કપીલની સાથે કામ કરનારા સાથીઓએ જણાવ્યું કે તે તણાવમાં છે અને અનેક મુશ્કેલીઓ સામે લડી રહ્યો છે. તેની સાથી સુગંધા મિશ્રા, કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહે કપિલ શર્માને સપોર્ટ કર્યો અને કહ્યું કે તે ખુબ સારો વ્યક્તિ છે. તેને થોડો સમય અને સ્પેસ આપવી જોઈએ.