નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા જોનાસે પીટીઆઈને આપેલ એક ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો કે તે એક દિવસ માં બનવા માગે છે. ઉપરાંત તેણે પોતાના માટે એક ઘર પણ ખરીદવાના છે. તે લાંબા સમયથી સૂટકેસ લઈને પોતાનું જીવન અહીંથી ત્યાં વિતાવી રહી છે. પ્રિયંકા ચોપરા 2016થી ફરી રહી છે.

નિકની સાથે ફેમિલી સ્ટાર્ટ કરવાના એક સવાલનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું કે, તે હવે વધુ રાહ જોઈ શકતી નથી. તે ફેમિલી સ્ટાર્ટ કરવા માટે આતુર છે. તેણે કહ્યું કે, ભગવાનના આશિર્વાદથી બધાની જિંદગીમાં સુંદર ક્ષણો આવે છે, નિક અને તે પણ આ ક્ષણ જરૂર પામવા માગે છે.

એક અન્ય ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ લેડી બૉન્ડ બનવાની ઈચ્છા પણ જાહેર કરી. તેણે સવાલ કરવામાં આવ્યો હતો કે, જો જેમ બૉન્ડમાં મેલની જગ્યાએ ફીમેલ બૉન્ડને રાખવામાં આવે તો આના માટે કોણ સૌથી વધુ ફિટ રહેશે. આના જવાબમાં પ્રિયંકાએ જવાબ આપતા પોતાને જ સિલેક્ટ કરી.

તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, તે હવે આ પાત્રને ટ્રાય કરે. તેણે જણાવ્યું કે, તે જેમ્સ બૉન્ડ મૂવીઝની મોટી ફેન છે.