મુંબઈ: શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ ભલે વિવાદમાં રહી હોય પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુ કમાણી કરી હતી. ફિલ્મમાં શાહિદની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી. શાહિદ આ સફળતા બાદ ઘણો જ ખૂશ છે. ત્યારે તેના ફેન્સ આજે પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ કરતા રહે છે.


શાહિદના એક ચાહકે કબીર સિંહ ફિલ્મનું એક સીન શેર કર્યું હતું અને તેણે લખ્યું કે જ્યારે કોઈ એક્ટર પોતાની એક્ટિંગમાં ઇમોશન્સ અને જિંદગી ભરી દે છે ત્યારે દર્શકો સ્ક્રીન સાથે ચીપકી જાય છે. એવું એક સીન જોવા મળ્યું હતું. કબીર સિંહ ફિલ્મમાં જ્યારે શાહિદ કપૂરને જાણ થાય છે કે તે પિતા બનવાનો છે, ત્યારે તેના રૂંવાટા ઊભા થઈ જાય છે. રિસ્પેક્ટ, શાહિદ..


શાહિદે પણ તેના આ ચાહકને જવાબ આપતા કહ્યું કે આ તો મે પણ નોટિસ નહોતી કરી. ડાયરેક્ટર સંદીપે પણ મને જણાવ્યું હતું કે જ્યારે મે આ ફિલ્મનું એડિટ જોયું હતું, તે ખૂબજ શાનદાર છે કે તમે આ પળને નોટિસ કરી છે.