આ પહેલા રવિવારે કરીમ મોરાની નાની દીકરી શઝા કોરના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, તેના બાદ આગલા દિવસે સોમવારે મોટી દીકરી અને અભિનેત્રી ઝોયા પણ કોરોના સંક્રમિત થઈ હતી. હાલ બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કરીમ મોરાનીએ એબીપી ન્યૂઝ શઝા અને ઝોયા કોરોનાથી સંક્રમિતો હાવની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે શજા માર્ચની શરૂઆતમાં શ્રીલંકાની યાત્રા કરીને આવી હતી, જ્યારે તેમની મોટી પુત્રી ઝોયા રાજસ્થાનથી મુંબઈ પરત ફરી હતી.
નોંધનીય છે કે, કરીમ મોરાની પોતાના ભાઈ મોરાની અને મોહમ્મદ મોરાની સાથે પાર્ટનરશિપમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સિનેયૂગ એન્ટરટેઈનમેન્ટ ચલાવે છે. અને તે શાહરુખ ખાનનો ખૂબજ નજીકનો મિત્ર પણ છે. તેમણે શાહરુખ ખાન સ્ટારર, રા. વન, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, દિલવાલે જેવી ફિલ્મોને પણ કૉ-પ્રોડ્યૂસ કરી છે.