Allu Arjun Starrer Pushpa 2 Shooting Set Video: અલ્લુ અર્જુને પોતાનો દિવસ ઈન્સ્ટાગ્રામ પર વિતાવ્યો. આ દરમિયાન તેણે હૈદરાબાદમાં તેના આલીશાન બંગલાથી લઈને પુષ્પા ધ રૂલના શૂટિંગ સેટ સુધીની ઝલક બતાવી હતી. અભિનેતાએ વીડિયોની શરૂઆત એમ કહીને કરી હતી કે, તેમને આજે શૂટિંગ સેટ પર લઈ જતા પહેલા તમારા ઘરની ટૂર કરાવીશ.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રૂલની રિલીઝની રાહ જોઈ રહેલા લોકોને અભિનેતાએ થોડી રાહત આપી છે. અલ્લુ અર્જુને પોતે ફિલ્મનો શૂટિંગ સેટ બતાવ્યો હતો. જ્યાં તે પુષ્પાના લુકમાં ફુલ ઓન એક્શન કરતો જોવા મળ્યો હતો.પુષ્પા 2 નું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે.
અલ્લુ અર્જુને તેની દિવસની દિનચર્યા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે સવારે યોગથી લઈને પુષ્પા 2ના શૂટિંગ સુધીની તેની આખા દિવસની સફર બતાવી હતી. અલ્લુ અર્જુને વીડિયોમાં સૌપ્રથમ હૈદરાબાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફેન્સનું સ્વાગત કર્યું હતું. આ પછી તેણે કહ્યું કે તે તેને શૂટિંગ સેટ પર લઈ જતા પહેલા તેના ઘરની ટૂર કરાવશે.
અલ્લુ અર્જુન વીડિયોમાં જોઇ શકાય છે કે,. તેમના ઘરમાં ટ્રોફી સજાવેલી છે. આ પછી અભિનેતા તેના સુંદર બગીચામાં યોગ કરતો જોવા મળ્યો હતો. સવારની સારી શરૂઆત કર્યા પછી, તે શૂટિંગ સેટ તરફ ગયો. રસ્તામાં, અલ્લુ ઘરે ફોન કરે છે અને તેના બાળકો સાથે વાત કરે છે કારણ કે તે તેની દિનચર્યાનો એક ભાગ છે. રામોજી ફિલ્મના સેટના મુખ્ય ગેટમાં પ્રવેશ સાથે જ તેણે કહ્યું કે, આ દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી છે.
ચાહકો આકરી ગરમીમાં તેમની રાહ જોતા હતા
અલ્લુ અર્જુનના ઘણા ચાહકો પણ ફિલ્મ સિટીમાં આકરી ગરમીમાં તેની રાહ જોતા જોવા મળ્યા હતા. અભિનેતા પોતાની મોંઘી કારમાંથી બહાર આવતાની સાથે જ પહેલા ચાહકોને મળ્યો અને પછી મેક-અપ માટે વેનિટી વેનમાં ગયો. આગળ વિડિયોમાં મેકઅપ આર્ટિસ્ટ પુષ્પા અલ્લુને લુક આપતો જોવા મળ્યો હતો. આ પછી અભિનેતાએ પુષ્પાનું હથિયાર પસંદ કર્યું, જેનાથી તે ફિલ્મમાં લાકડા કાપે છે.
'પુષ્પા' ફુલ એક્શન મોડમાં જોવા મળી
વીડિયોના અંતમાં અલ્લુ અર્જુન ફિલ્મનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. અભિનેતા પુષ્પા લુકમાં ફુલ એક્શન મોડમાં જોવા મળ્યો હતો, જે જંગલમાં દુશ્મનોને મારી રહ્યો હતો. આ વીડિયો સાથે અભિનેતાએ પુષ્પા 2 વિશે ફેન્સની આતુરતાને ઔર વધારી દીધી છે.