મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્નને 1 વર્ષ પૂરું થઇ ચૂક્યું છે. અને લગ્ન પહેલા આ જોડી 6 વર્ષ રિલેશનશીપમાં પણ રહી. પણ આજે પણ રણવીર દીપિકાની સુંદરતા એટલા જ દિવાના છે. જો કે આ વાતનો ખુલાસો તો રણવીર આ પહેલા અનેક ઇન્ટરવ્યૂમાં કરી ચૂક્યા છે. પણ આ બોલિવૂડ કપલ્સ અનેકવાર આ પ્રેમને ઇન્ટરવ્યૂ કે સોશિયલ મીડિયામાં પણ બતાવી ચૂક્યા છે. પણ હવે તેમનો આ પ્રેમ એક ઇન્ટરવ્યૂમાં તેમની મુસીબત બન્યો. અને એન્કરને વચ્ચે પડીને કહેવું પડ્યું કે આ બધુ બંધ કરો.

હાલમાં જ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, મનોજ વાજપેયી, સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા, પાર્વતી તિરુવોતો અને વિજય શેતુપતિ ફિલ્મ કમ્પેનિયન દ્વારા હોસ્ટ કરાયેલા એક ઇન્ટરવ્યુમાં પહોંચ્યા હતા.


આ ઇન્ટરવ્યૂમાં હોસ્ટ અનુપમા ચોપડાના એક સવાલમાં આલિયા ભટ્ટ કંઇ બોલી રહી હતી અને ત્યારે જ દીપિકાને જોતી વખતે રણવીર તેમના ખભા પર Kiss કરી લીધી હતી.

રણવીરની આવી હરકત જોઈ તરત જ એન્કરે કહ્યું કે ‘મેં કહ્યું હતું ને કે, નો PDA ( સ્નેહનું જાહેર પ્રદર્શન)’. દીપિકા પણ શરમાઈને હસવા લાગી અને આયુષ્માન પણ વચ્ચે બોલ્યો, ‘આ તો ખૂબ અઘરૂં છે.’

આ પછી બધા હસવા લાગે છે. અને આલિયાની વાત વચ્ચે રોકાઇ જાય છે. તે પછી એન્કરે કહ્યું કે આ બંને બધાને મૂળ મુદ્દાથી ભટકાવે છે. ઉલ્લેખનીય છે કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે ભૂલથી આલિયા ભટ્ટના લગ્નની વાત જાહેર કરી દીધી હતી. જે પછી તે પોતાની વાતથી પલ્ટી ગઇ હતી.