મુંબઈઃ આઈપીઓલ 2020 માટે 19 ડિસેમ્બરે કોલકાતમાં હરાજી થવાની થે. જેમાં તમામ ટીમ કેટલાક નવા તો કેટલાક જૂના ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરશે. જ્યારે કહેવાય છે કે, આઈપીએલ 2021 માટે 2020ના અંતમાં મેગા ઓક્શન થશે, જેમાં ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ થશે. એવામાં દોની પર કેટલા કરોડની બોલી લાગશે તે જોવાનું રહેશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ધોની આઈપીએલની પોતાની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપરકિંગ્સમાંથી રિલીઝ થવા માંગે છે. એવા રિપોર્ટમાં કહેવાયું છે કે ધોની ઇચ્છે છે કે ફ્રેન્ચાઇઝી તેને રિલીઝ કરી દે અને તે પૈસાનો ઉપયોગ નવા ખેલાડીઓને ટીમ સાથે જોડવા માટે કરે. ધોનીએ એવી પણ ભલામણ આપી છે કે ફ્રેન્ચાઇઝી આ પછી રાઇટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ઓછા પૈસામાં તેને પોતાની સાથે જોડી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે જોડાયેલ સૂત્રોએ આ વાતની પૃષ્ટી કરી છે. પણ સાથે કહ્યું છે કે ધોની સીએસકે માટે ઘણું મહત્વ ધરાવે છે અને ફ્રેન્ચાઇઝીનો તેને હરાજીમાં મુકવાનો કોઈ ઇરાદો નથી. આઈપીએલ 2021 પહેલા ભવ્ય હરાજી થવાની છે અને ધોનીએ તે પહેલા જ અમને બતાવી દીધું છે કે તે ટૂર્નામેન્ટમાં રમશે. જેથી નજીકના ભવિષ્યમાં ટી-20 ક્રિકેટમાંથી તેની નિવૃત્તિનો કોઈ સવાલ જ નથી. તે આઈપીએલ 2021ની હરાજીમાં તેથી જવા માંગે છે કે જેથી સીએસકે તેને ઓછી રકમમાં ખરીદવાની તક મળે. જોકે અમે તેને આમ કરવા દઇશું નહીં.