નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા કોમેડિયન મહમૂદના પુત્ર લકી અલી હાલ મ્યૂઝિક છોડીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. દેશમાં જ્યારે પૉપ મ્યૂઝિક ઝડપથી ફેલાતું હતું ત્યારે 90ના દાયકમાં તે મ્યૂઝિક આલ્બમ લઈને આવતો અને લોકપ્રિયતાની તમામ હદ પાર કરી દેતો હતો. ઋતિક રોશનની પ્રથમ ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ અને તેનું ગીત એક ‘પલ કા જીના’ જે લોકોએ સાંભળ્યું છે તે લકી અલીને જાણે છે.
લકી અલીએ ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું પરંતું તેમાં કોઇ ખાસ સફળતા ન મળી. તેને સિંગિંગમાં રસ હતો બાદમાં તેણે આ ક્ષેત્ર પર જ ફોક્સ કર્યું. દેશના અનેક જાણીતા સંગીતકાર તેના અવાજના દીવાના હતા, જેમાં એઆર રહેમાન પણ છે. સુનો તેનું પ્રથમ મ્યૂઝિક આલ્બમ હતું, જે 1996માં આવ્યું હતું અને ખૂબ હિટ થયું હતું.


તે દિલની વાત વધારે સાંભળે છે અને આ કારણે તે એક જગ્યાએ વધારે ટકતો નથી અને કોઈ સ્થાયી કામ કરતો નથી. જેથી તે ઘણી વખત ઘોડા પાળવા લાગે છે, ક્યારેક ન્યૂઝીલેન્ડ તો ક્યારેક કેનેડામાં રહે છે. હાલ તે ખેતી કરી રહ્યો છે અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં લાગેલો છે.


ખાનગી ફાર્મ હાઉસમાં તે ખેડૂતો સાથે ખેતી કરતો નજરે પડી ચુક્યો છે. તેના ફેંસ એક ફરી એક વખત તેનો અવાજ સાંભળવા માંગે છે. જે અંગે લકી અલીએ કહ્યું, જલદીથી તે ફેંસ માટે ગાશે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા