મુંબઈ: બોલિવૂડમાં હાલના સમયે Jeep એસયૂવીનું ચલણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. બોલિવૂડના અનેક સ્ટાર પાસે આ કંપનીની એસયૂવી કાર છે. હવે તાપસી પન્નૂએ પોતાની બહેન શગુને Jeep Compassનું ટોપ વેરિયન્ટ ગિફ્ટમાં આપ્યું છે.

તાપસીએ પોતાની બહેનને સરપ્રાઈઝ આપતાં આ કાર ગિફ્ટ કરી છે. જીપે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર તાપસી પન્નૂ અને તેની બહેનનો ફોટો શેર કર્યો હતો. જીપ કોમ્પાસ લિમિટેડ પ્લસ વેરિયન્ટ છે જેની કિંમત ભારતીય માર્કેટમાં 21.33 લાખ રૂપિયા(એક્સ-શો રૂમ, દિલ્હી) છે.

કંપનીએ આ વેરિયન્ટને ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જેનોન હેડલેમ્પ, 18 ઈંચ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ, પેનારોમિક સનરૂફ, 8 વે પાવર એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ અને મેમોરી ફંક્શન જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. તેમાં 8.4 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.