નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ ઈંગ્લેન્ડની જીત સાથે પૂરો થઈ ગયો છે. આ વર્લ્ડકપ ઘણાં અનેક ખેલાડીઓ માટે છેલ્લો વર્લ્ડકપ હતો. ક્રિસ ગેલ, લસિથ મલિંગા જેવા ક્રિકેટરોએ તો નિવૃત્તીની પણ જાહેરાત કરી દીધી છે અને અન્ય ખેલાડી પણ ટૂંકમાં જ જાહેરાત કરી શકે છે. હવે સવાલ એ છે કે અત્યારના સ્ટાર ખેલાડીઓ 30 વર્ષ પછી કેવા લાગશે તેના એડિટ કરેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોની સાથે કેપ્શન પણ આપવામાં આવ્યું છે કે, ‘જોઈ લો 2053ના વર્લ્ડ કપમાં આવા દેખાશે આજના ક્રિકેટરો’.