શું કપિલ શર્માના નવા શોમાં જોવા મળશે સુનિલ ગ્રોવર? જાણો એક્ટરે શું કર્યો ખુલાસો
સુનિલ ગ્રોવર અને કપિલ શર્માએ ટીવી જગતમાં એક સાથે ઘણા શો કરીને પોતાનું નામ ઉંચાઈ પર પહોંચાડ્યું હતું. પરંતુ જ્યારી બંને અલગ થયા છે, ત્યારથી શો પણ બંધ છે અને હવે કપિલ શર્મા નવો શો ‘ફેમિલી ટાઈમ’ લઈને આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની ઓસ્ટ્રેલિયાથી એક શો ખતમ કર્યા બાદ પાછા આવતા સમયે પ્લેનમાં ઝઘડો થયાની વાત સામે આવી હતી. પરંતુ તેના પર કપિલ શર્માએ કહ્યું હતું કે તેનો સુનિલ સાથે કોઈ ઝઘડો થયો નથી. જ્યારે સુનિલે આ મામલે પોતાની વાત કહી ત્યારે વિવાદ વધારે જોર પકડ્યું હતું.
સુનિલ ગ્રોવરે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલમાં તે કપિલ શર્માના નવા શો ‘ફેમિલી ટાઈમ’નો ભાગ નથી. આ વિશે જણાવતા સુનિલે કહ્યું કે, હાલમાં હું આ શોનો ભાગ નથી.” ઉલ્લેખનીય છે કે એક વેબસાઈટ સાથે વાતચીતમાં કપિલ શર્માએ તે સુનિલ ગ્રોવર સાથે ફરીથી કામ કરવા ઈચ્છે છે કે નહીં તે વિશે જણાવ્યું હતું.
મુંબઈઃ કમિલ શર્માના નવા શોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. અહેવાલ છે કે સુનીલ ગ્રોવર આ શોમાં સામેલ થઈ શકે છે. જોકે આ વાતને લઈને સુનીલ ગ્રોવરે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સુનિલે જણાવ્યું કે તે આ શોમાં સામેલ નથી થવાનો.