✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રણવીર સિંહ સાથે બોલીવૂડમાં ડેબ્યૂ કરશે આ ટીવી એક્ટ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2018 07:41 AM (IST)
રણવીર સિંહ સાથે બોલીવૂડમાં ડેબ્યૂ કરશે આ ટીવી એક્ટ્રેસ
1

ઉલ્લેખનીય છે કે, પૂજા ઉપરાંત આ વર્ષે નાના પડદાની ‘નાગિન’ મોની રોય પણ મોટા પડદા પર એન્ટ્રી કરવાની છે. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળશે.

2

આ ફિલ્મની લીડ કાસ્ટની વાત કરીએ તો રણવીરની સાથે લીડ રોલમાં આલિયા ભટ્ટ છે. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં રણવીર સિંહ એક રેપરના રોલમાં જોવા મળશે. રણવીર રિયલ લાઈફમાં પણ ‘ચિંગ્સ ચાઈનીઝ’ માટે રેપ લખી ચૂક્યો છે. એવામાં તેને આ રોલ માટે વધુ મહેનત નહીં કરવી પડી હોય.

3

નવી દિલ્હીઃ ટીવી અને મોટા પડદાની વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. હવે વધુ એક જાણીતી ટીવી એક્ટ્રેસ ટૂંકમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ બીજી કોઈ નહીં પરંતુ સ્ટાર પ્લસની પ્રતિજ્ઞા છે. ‘મની કી આવાજઃ પ્રતિજ્ઞા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળતી પૂજા ગોર મોટા પડદે ‘એનર્જી બોમ્બ’ રણવીર સિંહની સાથે ફિલ્મ ‘ગલી બોય’માં જોવા મળશે.

4

પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં તે ‘ગલી બોય’ રણવીર સિંહ સાથે જોવા મળી રહી છે. તસવીરથી સ્પષ્ટ છે કે, બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. આમ પણ, રણવીર ઘણો ફ્રેન્ડલી છે. ત્યારે પૂજાને ચોક્કસ તેની સાથે કામ કરવામાં ઘણી મજા આવશે.

5

  • હોમ
  • મનોરંજન
  • રણવીર સિંહ સાથે બોલીવૂડમાં ડેબ્યૂ કરશે આ ટીવી એક્ટ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.