National Film Awards 2021: 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. અભિનેત્રી કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે હિંદી ફિલ્મ ભોંસલે માટે મનોજ વાજપેયીએ અસુરન(તમિલ) માટે ધનૂષને સંયુક્ત રૂપથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.



ફીચર ફિલ્મ કેગેટરી એવોર્ડ


બેસ્ટ ફિચર ફિલ્મઃ Marakkar Arabikkadalinte Simham (Malyalam)


બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયીને ભોંસલે ફિલ્મ માટે


બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત


બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે (સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ છિછોરેને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ)


બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- B Praak


બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ  - પલ્લવી જોશી(તાશકંદ ફાઈલ્સ માટે)


બેસ્ટ ડાયરેક્ટર- બહતર હુરેં માટે સંજય પૂરણ સિંહ ચૌહાણ.


સ્પેશલ મેંશન- બિરયાની, જોનાકી પોરુઆ, લતા ભગવાન કારે, પિકાસો.


બેસ્ટ સ્ક્રિન પ્લે (ડાયલોગ રાઈટર) - વિવેક રંજન અગ્નીહોત્રી, તાશકંદ ફાઈલ ફિલ્મ માટે


બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- હિંદી ફિલ્મ કસ્તુરી.


67માં નેશનલ ફિલ્મ એવોર્ડ (67th National Film Awards)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની શાનદાર ફિલ્મ છિછોરે (Chhichhore) ને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી જેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જે હોસ્ટેલ લાઈફ પર બેસ્ડ હતી પરંતુ ફિલ્મે સ્ટ્રોન્ગ મેસેજ આજના યુવાઓને આપ્યો હતો.


આજે 2019માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2020 હતી. એક જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધી જે ફિલ્મ Central Board of Film Certification થી સર્ટિફાઇડ છે તેની એન્ટ્રી આમાં છે.