અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે એક વખત તેનો મોબાઈલ નંબર ઈન્ટરનેટ પર લીક થઈ ગયો હતો. પરંતુ તેમાં ભૂલ તેની નહોતી તેની નાની બહેનની હતી.
અલાના પાંડે હાલમાં જ પોતાના એક વીડિયોમાં આ જાણકારી આપી
અનન્યાની પિતરાઈ બહેન અલાના પાંડે હાલમાં જ પોતાના એક વીડિયોમાં આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે અલાના પણ અનન્યાની જેમ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના વીડિયોમાં અલાના જણાવે છે કે અનન્યા અને રાયસાને લાંબા સમયથી નથી મળી શકી. તે એક જૂનો કિસ્સો પણ સંભળાવે છે કે રાયસાએ એક વખત અનન્યાનો નંબર ઈન્ટરનેટ પર શેર કરી દિધો હતો.
રાયસા ડાયરેક્ટર બનવા માંગે છે. થોડા દિવસો પહેલા તેણે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી અને તેને યૂટ્યૂબ પર અપલોડ કરી હતી. આ સમય દરમિયાન તેનાથી ભૂલ થઈ ગઈ હતી. રાયસાએ ધ્યાન ન આપ્યું કે ફિલ્મના એક ભાગમાં અનન્યાનો ફોન નંબર જોવા મળી રહ્યો છે.
લીક કરી દિધો હતો નંબર
આ વિશે રાયસાએ કહ્યું, મે દીદીનો નંબર લીક કરી દિધો હતો. જ્યારે અનન્યાનું કહેવું છે, 'મારો નંબર ફિલ્મના એક ભાગમાં હતો અને મને તેના વિશે ખબર નહોતી. ફિલ્મ અપલોડ થયા બાદ મને ઘણા ફોન આવવા લાગ્યા, બાદમાં રાયસાએ આ વીડિયો ડિલીટ કરવો પડ્યો અને ફરીથી અપલોડ કરવો પડ્યો હતો.'
અનન્યા વિજય દેવરકોંડા સાથે જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.