મુંબઇઃ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયલી હિંસક અથડામણ બાદ બન્ને દેશો વચ્ચે એલએસી પર તણાવ વધી ગયો છે. હવે આ તણાવની અસર બૉલીવુડની એક મોટી ફિલ્મ પર પડી છે. રિપોર્ટ છે કે, આમિર ખાનની મોટી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કેટલાક સીન અહીં શૂટ થવાના હતા. જોકે, લદ્દાખમાં હાલ સ્થિતિ ખરાબ હોવાના કારણે શૂટિંગની શિડ્યૂલ ટળી ગયુ છે.
મિડ ડેની એક રિપોર્ટ પ્રમાણે, આમિર ખાને આ વિવાદના મુદ્દાને લઇને ફિલ્મના નિર્દેશક અદ્દૈત ચંદન સાથે વાત કરી છે. વળી, વાયકૉમ 18ના અધિકારઈઓએ પણ સ્થિતિને જોતા હાલ શૂટિંગને ટાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના કેટલાક સીન લદ્દાખમાં શૂટ કરવાના હતા.
એક સુત્રના હવાલાથી મિડ ડેને મળેલી માહિતી પ્રમાણે, સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ લદ્દાખમાં શૂટિંગ કરવુ મુશ્કેલ છે. આમિર ખાન, અદ્દૈત અને સ્ટૂડિયોના લોકો આના ફેવરમાં નતી. આને લઇને હવે શૂટિંગને કારગિલમાં શિફ્ટ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આને લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મહત્વનુ છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ સ્વયં આમિર ખાન દ્વારા નિર્મિત છે, અને આનુ નિર્દેશન સિક્રેટ સુપરસ્ટાર બનેલા અદ્દૈત ચંદને નિર્દેશિત કર્યુ છે. આ વર્ષ 1994માં આવેલી બૉલીવુડની બ્લૉકબ્લસ્ટર ફિલ્મ ફૉરેસ્ટર ગમ્પનુ અધિકારીક રૂપાંતરણ છે, જેમાં ટૉમ હેંક્સ હતો.
આમિર ખાનની સાથે આ ફિલ્મમાં કરીના કપૂર ખાન લીડ રૉલમાં દેખાશે. કરીના આ પહેલા થ્રી ઇડિયટ્સ અને તલાશમાં જેવી ફિલ્મોમાં આમિર ખાન સાથે કામ કરી ચૂકી છે.
ભારત-ચીન વિવાદના કારણે આમિરની લાલ સિંહ ચઢ્ઢાનુ લદ્દાખમાં થનારુ શૂટિંગ અટક્યુ, હવે કયા સ્થળે કરશે શૂટિંગ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2020 11:58 AM (IST)
મિડ ડેની એક રિપોર્ટ પ્રમાણે, આમિર ખાને આ વિવાદના મુદ્દાને લઇને ફિલ્મના નિર્દેશક અદ્દૈત ચંદન સાથે વાત કરી છે. વળી, વાયકૉમ 18ના અધિકારઈઓએ પણ સ્થિતિને જોતા હાલ શૂટિંગને ટાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના કેટલાક સીન લદ્દાખમાં શૂટ કરવાના હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -