કોરોના વાયરસની મહામારની કારણે ફિલ્મ બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. જેને લઈને ચેન્નઈમાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર આનંદએ કરિયાણાની દુકાન શરૂ કરી છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પસાર કરનારા આનંદે કહ્યું દેશમાં ફિલ્મ થિયેટર જ્યાં સુધી બંધ રહેશે ત્યાં સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરવું મુશ્કેલ છે. દેશમાં આગામી વર્ષ સુધી બધુ બંધ રહેવાનું છે. ડાયરેક્ટર પોતાની સેવિંગનો ઉપયોગ કરિયાણાની દુકાન શરૂ કરવામાં કર્યો છે.

આનંદે જણાવ્યું કે તેણે પોતાની સેવિંગ્સથી ચેન્નઈના મોવલીવક્કમમાં પોતાના નજીકના મિત્રની બિલ્ડિંગ ભાડા પર રાખી છે અને કરિયાણાની દુકાન શરૂ કરી છે. આનંદે કહ્યું, 'લોકડાઉન દરમિયાન હું પોતાના ઘરમાં રહ્યો છે. જ્યારે મે જાણ્યું કે ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોરને જ તમિલનાડુમાં ખોલવાની મંજૂરી છે, ત્યારે મે તે શરૂ કરવાનો નિર્ણય કર્યો. હું દાળ, તેલ, ચોખા સહિત તમામ પ્રોડક્ટને ખૂબ ઓછા ભાવથી વહેંચી રહ્યો છુ, જેનાથી લોકો તેને વધુમાં વધુ ખરીદી શકે. હું ખૂબ જ ખુશ છે.'

આનંદે આગળ કહ્યું, મને નથી લાગતું કે આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનલોક કરવાની યોજના છે કારણ કે લોકો બહાર જવાથી ડરી રહ્યા છે. મોલ, પાર્ક,બીચ ખુલ્યા બાદ જ થિયેટર ખુલશે. ત્યારબાદ જ અમારુ કરિયર છે, ત્યાં સુધી હુ કરિયાણાની દુકાન ચલાવીશ. જણાવી દઈએ કે આનંદ બજેટ ફિલ્મો બનાવવાને લઈને જાણીતા છે. તેને 'ઓરૂ મઝાઈ નાન્ગૂ સારલ' અને 'મૌના મઝાઈ' સહિત ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. તેની છેલ્લી ફિલ્મ થુનિન્થુ સેઈ અંતિમ તબક્કામાં છે, તેનુ પ્રોડક્શન પૂર્ણ થયું છે અને માત્ર ગીત બાકી રહ્યા છે.