મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલાની તપાસ કરી રહેલી પોલીસ હવે આ ગૂંચ ઉકેલવા માટે દરેક પ્રયાસ કરી રહી છે. અહીં એકબાજુ પોલીસ એક્ટર સાથે જોડાયેલા તમામ લોકોના નિવેદનો નોંધી રહ્યાં છે, ત્યારે સાથે સાથી બીજી કડીઓને પણ તપાસવાની શરૂ કરી દીધી છે.

તાજા માહિતી પ્રમાણે પોલીસ સુશાંત સિંહ રાજપૂતની ફાંસમાં વપરાયેલા એ કપડાંની તપાસ કરશે, જેનાથી એક્ટરે આત્મહત્યા કરી હતી.. પોલીસ તપાસ કરવા માગે છે કે જે કપડાંથી લટકીને સુશાંતે જીવ આપ્યો હતો તે કપડાં આટલુ વજન ઉઠાવવા માટે સક્ષમ હતુ કે નહીં. ખરેખરમાં પોલીસ આ હાઇપ્રૉફાઇલ આત્મહત્યા કેસમાં કોઇપણ પ્રકારની બેદરકારી રાખવા નથી માંગતી.

જોકે, પોલીસને તેની પૉસ્ટમોર્ટમ રિપોરટ્ અને વિસરા રિપોર્ટમાં કોઇપણ શંકાસ્પદ નથી મળ્યુ. પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં બતાવ્યુ છે કે ફાંસીના કારણે શ્વાસ રૂંધાયો અને નખમાં કોઇપણ પ્રકારનો સંદિગ્ધ કેમિકલ કે ઝેર નથી મળ્યો. એટલા માટે પોલીસ આ મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.



નોંધનીય છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ગયા મહિને પોતાના મુંબઇ સ્થિત ઘરે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બાદ પોલીસે તમામ શંકાસ્પદ લોકોની પુછપરછ શરૂ કરી હતી. હવે પોલીસ સંજય લીલા ભંસાળીની પણ પુછપરછ કરવાની છે.