Ira Khan Engagement: સગાઈમાં લાલ ગાઉન નીચે પગમાં Ira Khanએ આ શું પહેર્યું ? વીડિયો જોઈ તમે પણ કહેશો આ સ્ટાઈલ ગજબ છે

આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. 18 નવેમ્બરે બંનેએ એકબીજાનો સાથ નિભાવવાનો નિર્ણય લીધો છે.

Continues below advertisement

Ira Khan Looks Fab In her Engagement Outfit: આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. 18 નવેમ્બરે બંનેએ એકબીજાનો સાથ નિભાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે પણ આમિર ખાનની પુત્રી લાઈમલાઈટમાં હોય છે ત્યારે તેનું એક કારણ તેની ફેશન સેન્સ હોય છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું જ્યારે આયરા ખાને તેના એન્ગેજમેન્ટ ગાઉનમાં હાઈ હીલ્સને બદલે સફેદ સ્નીકર્સ પહેર્યા હતા.  આયરા ખાન તેની સગાઈમાં બિલકુલ દેખાડો કરવા માંગતી ન હતી, તેથી જ આયરા ખાને નજીકના પરિવારના સભ્યોમાં નુપુર શિખરે સાથે સગાઈ કરી અને સગાઈના ગાઉનમાં આરામદાયક રહેવા માટે સ્નીકર્સ પણ પહેર્યા.

Continues below advertisement

આયરા ખાનનો સગાઈનો લૂક ખૂબ જ ભવ્ય લાગતો હતો. આયરા ખાને ઓફ-શોલ્ડર રેડ ગાઉન સાથે ડાયમંડનો હાર પહેર્યો હતો અને તેની હેરસ્ટાઇલમાં બન પણ પસંદ કર્યું હતું. આમિર ખાનની દીકરીની લાઈફ હંમેશા મીડિયાની ટોપ હેડલાઈન્સનો હિસ્સો રહી છે. આયરા ખાનની લવ લાઈફ હોય કે પછી તેની ડિપ્રેશનની જર્ની, તેણે ક્યારેય તેની લાઈફ કવર કરી નથી.

આવી સ્થિતિમાં, જ્યારે આયરા ખાનની અચાનક સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ત્યારે ચાહકો પણ ચોંકી ગયા. આયરા ખાને હંમેશા સોશિયલ મીડિયા પર નૂપુર સાથેની તેની લવ લાઈફનો ખુલાસો કર્યો છે. આયરા ઘણીવાર નૂપુર સાથેની રોમેન્ટિક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળે છે. 

બોલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી આયરા ખાને 18મી નવેમ્બરે તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી. સગાઈ સેરેમનીમાં આયરા ખાન નૂપુરનો હાથ પકડીને પોઝ આપતી જોવા મળી હતી. આયરા ખાન તેના એન્ગેજમેન્ટ લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. લાલ રંગના ગાઉનમાં આયરા સુંદર લાગી રહી હતી. બંનેએ મીડિયા સામે રોમેન્ટિક પોઝ આપ્યા હતા. આ સેલિબ્રેશનમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ સામેલ થઈ હતી.

આમિર સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ કુર્તો-પાયજામો તથા બ્લેક ચશ્મા પહેર્યા હતા. આઇરાની મમ્મી રીના દત્તા ક્રીમ તથા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. 

Continues below advertisement
Sponsored Links by Taboola