Assam Floods: આસામ (Assam)રાજ્ય આ દિવસોમાં પૂર(Flood)ને કારણે ભારે નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ વિનાશને કારણે લાખો લોકો બેઘર બન્યા છે. જ્યારે કેટલાક લોકો આસામની તબાહી પર શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે કેટલાક પસંદગીના લોકો પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર આમિર ખાને(Aamir Khan) પણ પોતાની ઉદારતા બતાવી છે અને આસામ પીડિતોની મદદ માટે મોટી રકમ દાન કરી છે. સીએમ હિમંત બિસ્વાએ આ જાણકારી આપી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ ટ્વીટ કરીને આમિર ખાનની મદદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમનો આભાર માન્યો છે. ટ્વિટમાં હેમંત સરમાએ લખ્યું, "પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા આમિર ખાને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપીને આપણા રાજ્યના પૂરગ્રસ્ત લોકો માટે મદદનો હાથ લંબાવ્યો. તેમની ચિંતા અને ઉદારતા માટે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું."
આસામમાં પૂર(Assam Floods)ના કારણે લગભગ 21 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વિનાશક દુર્ઘટનામાં 126 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં રાજ્યના 25 જિલ્લામાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. જેના કારણે 79 રસ્તાઓ અને પાંચ પુલોને ભારે નુકસાન થયું છે. આસામના સીએમ સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને તેમની સમીક્ષા કરી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શિકા આપી રહ્યા છે. આ પૂરના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ જીવ ગુમાવી રહ્યા છે. પાક નાશ પામી રહ્યો છે.