Lal Singh Chaddha Box Office Collection Day 10: બોલીવુડ એક્ટર આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરવા માટે જાણીતી છે. જો કે, આમિરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આ મપદંડ પર ખરી નથી ઉતરી. લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગષ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસથી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. આમિરની ફિલ્મની કમાણી સતત ઘટતી જ જઈ રહી છે. તો 10મા દિવસના આંકડા પણ નિરાશ કરનાર છે.
10મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શનઃ
ફિલ્મનું દસમા દિવસનું એટલે કે, બીજા શનિવારનું કલેક્શન કેટલું થયું તેના આંકડા સામે આવી ગયા છે. જોકે આંકડા ખુબ જ ખરાબ છે અને આમિર અને તેમના ફેન્સ માટે ઝટકા સમાન છે. રિપોર્ટ મુજબ 10મા દિવસે લાલ સિંહ ચઢ્ઢા ફક્ત 1.50 કરોડની કમાણી કરી શકી છે જે આ ફિલ્મના બજેટ અને આમિર ખાનના સ્ટારડમ મુજબ ખુબ જ ઓછા છે. જો કે, શુક્રવારની સરખામણીએ શનિવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો છે. શુક્રવારે ફિલ્મનું કલેક્શન 1.25 કરોડ રહ્યું હતું.
લાલ સિંહ ચઢ્ઢાની અત્યાર સુધીની કુલ કમાણીઃ
રિલીઝ થયાના પહેલા દિવસે આમિર ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 11.50 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મની રિલીઝને 10 દિવસનો સમય વિતી ચુક્યો છે. અને આ 10 દિવસોમાં લાલ સિંહ ચઢ્ઢાએ લગભગ 54 કરોડની કમાણી કરી છે. જે આમિર ખાનની છેલ્લી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'થી પણ ઓછી છે. ઉલ્લેખનીય છે કે, ઠગ્સ ઓફ હિન્દુસ્તાને રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 52 કરોડની કમાણી કરી હતી.
આ દરમિયાન હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, લાલ સિંહ ચઢ્ઢાની કમાણી આવનારા દિવસોમાં હજી પણ ઘટશે કારણ કે, 25 ઓગષ્ટના દિવસે થિયેટર્સમાં સાઉથ એક્ટર વિજય દેવરકોંડાની (Vijay Deverakonda) ફિલ્મ 'લાઈગર' (Liger) રિલીઝ થવાની છે.
આ પણ વાંચોઃ
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કરી મોટી જાહેરાત, જાણો વિગત
PM Modi Visits Gujarat: પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો ક્યા કરશે જાહેરસભા