મુંબઇઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ત આમિર ખાનની દીકરી ઇરા ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઇરા ખાન અવારનવાર સોશ્યલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને ચોંકાવે છે. હવે ઇરાને પોતાની હૉટ લૂક વાળી તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

ઇરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકદમ હૉટ તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.


આ તસવીરોમાં ઇરા ખાન બ્લેક કલરનો ડ્રેસ પહેરીને બેઠી છે, આ તસવીરોમાં તેનો બૉલ્ડ અને સેક્સી લૂક દેખાઇ રહ્યો છે.



ઇરા ખાનની કેરિયરની વાત કરીએ તો ડાયેરેક્શનની દુનિયામાં થિએટર પ્રૉડક્શન 'યુરિપિડિસ મેડિયા'માં ડેબ્યૂ કરી ચૂકી છે.



આમાં ઇરા ખાનની સાથે ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ હેજલ કીચ જોવા મળી હતી.