Baba Siddiqui Murder: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બનેલી ઘટના બાદ તરત જ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ચોંકાવનારી ઘટના બાદ વિપક્ષે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. આગામી મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ કેસનો ત્રીજો આરોપી હજુ ફરાર છે.
શું સલમાનના કારણે થયું હતું હત્યા?
આ હત્યાની તપાસ કરી રહેલા અધિકારીઓએ બે આરોપીની ધરપકડ કરી છે, ત્રીજો હજુ ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ અધિકારી શૂટરોની સઘન પૂછપરછ કરી રહ્યા છે. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળેલી મોટી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ છેલ્લા 25-30 દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યા હતા. ત્રણેય આરોપી ઓટો રિક્ષા દ્વારા બાંદ્રા પૂર્વમાં શૂટિંગ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં ગોળી ચલાવવામાં આવી હતી.
સૂત્રોએ એ પણ ખુલાસો કર્યો કે બાબા સિદ્દીકી પર હુમલો કરતા પહેલા ત્રણેય આરોપીઓએ ત્યાં થોડો સમય વિતાવ્યો અને તેની રાહ જોઈ. પોલીસને શંકા છે કે આરોપીઓ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પણ અંદરની માહિતી મેળવી રહ્યા હતા, જે તેમને માર્ગદર્શન આપી રહ્યા હતા. આ મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
અભિનેતા સલમાન ખાન રાત્રે 2.50 વાગ્યે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો
બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતા સલમાન ખાન બપોરે 2.50 વાગ્યે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. કહેવાય છે કે બાબા સિદ્દીકી અને સલમાન ખાન વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે સમાધાન કરાવવામાં બાબા સિદ્દીકીએ પણ ભૂમિકા ભજવી હતી. તેથી લોકોએ એવી અટકળો લગાવી રહ્યા છે કે, અભિનેતા સલમાન ખાન સાથેની મિત્રતાના કારણે બાબા સિદ્દીકીની હત્યા બિશ્નોઈ ગેંગે કરી હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે, બિશ્નોઈ ગેંગે ઘણીવાર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. આ ઉપરાંત તેમના ઘર બહાર ફાયરિંગ પણ કરાવ્યું હતું.
મુંબઈ પોલીસે પકડેલા બે આરોપીઓની ઓળખ જાહેર કરી છે
મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ હરિયાણાના વતની કરનૈલ સિંહ અને ઉત્તર પ્રદેશના વતની ધરમરાજ કશ્યપ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકી પર હુમલો કરતા પહેલા ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થોડીવાર તેની રાહ જોતા હતા. પોલીસને શંકા છે કે આરોપીઓ અન્ય કોઈ પાસેથી અંદરની માહિતી મેળવી રહ્યા હતા, જે તેમને માર્ગદર્શન આપી રહ્યા હતા. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી હુમલા સાથે જોડાયેલા તમામ પાસાઓ બહાર આવી શકે.
આ પણ વાંચો...