બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડિપ્રેશનમાં હોવાની વાત કહી રહી છે. ઇરાએ આ વીડિયોમાં મેન્ટલ હેલ્થને લઇને ખુલીની વાત કરી છે.
આ વીડિયોમાં ઇરા કહે છે કે -હું લગભગ ચાર વર્ષથી ડિપ્રેશનમાં છુ, આમાંથી બહાર આવવા માટે હું ડૉક્ટરની પાસે પણ ગઇ હતી. હવે હું પહેલા કરતા સારુ અનુભવી રહી છુ. હું છેલ્લા એક વર્ષથી મેન્ટલ હેલ્થને લઇને કંઇક કરવા ઇચ્છતી હતી. પણ સમજમાં ન હતુ આવતુ કે શું કરવુ અને ક્યાં કરવુ? એટલા માટે હવે મે વિચાર્યુ છે કે હું તમને મારી જર્ની વિશે બતાવુ છું, અને ત્યાંથી જ શરૂ કરીએ છીએ જ્યાં મે શરૂઆત કરી હતી.
એટલુ જ નહીં આ વીડિયોમાં ઇરાએ આગળ કહ્યું- હું કોઇ કારણોસર ડિપ્રેશનું છ? મારી પાસે તો બધુ જ છે, હે, ના?.... આ વીડિયોને શેર કરતા તેને કેપ્શનમાં લાઇફને લઇને કેટલીક ખાસ વાતો લખી છે. આમ આમિર ખાનની દીકરી ઇરા ખાને ખુદ સોશ્યલ મીડિયામાં કબુલ્યુ કે તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે.