ખબરો પ્રમાણે, પોતાની આગામી ફિલ્મ દસમીમાં અભિષેક બચ્ચન એક ભ્રષ્ટ મુખ્યમંત્રીનો રૉલ નિભાવવા જઇ રહ્યો છે. આ ફિલ્મ પુરેપુરી રાજનીતિ પર આધારિત છે
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ તાજેતરમાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરનારો અને બૉલીવુડમાં પોતાના 20 વર્ષ પુરા કરી ચૂકેલા અભિષેક બચ્ચન હવે બહુ જલ્દી રાજનીતિમાં ઉતરવાનો છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે અભિષેક બચ્ચન ચૂંટણી લડવાનો છે કે શું? ના. એવુ કંઇજ નથી. ખરેખરમાં અભિષક બચ્ચન બહુ જલ્દી એક એવી ફિલ્મ કરવા જઇ રહ્યો છે કે જેમાં તે મુખ્યમંત્રીની ભૂમિકામાં દેખાશે. અભિષેક નિભાવશે ભ્રષ્ટ મુખ્યમંત્રીનો રૉલ.... મીડિયામાં આવેલી ખબરો પ્રમાણે, પોતાની આગામી ફિલ્મ દસમીમાં અભિષેક બચ્ચન એક ભ્રષ્ટ મુખ્યમંત્રીનો રૉલ નિભાવવા જઇ રહ્યો છે. આ ફિલ્મ પુરેપુરી રાજનીતિ પર આધારિત છે, જેમાં તમને મનોરંજન પણ જબરદસ્ત મળશે. ફિલ્મમાં અભિષેક બચ્ચન એક દસમી ફેઇલ સીએમ બનવાનો છે, અને આના દ્વારા લોકોને એ સંદેશ આપવામા આવશે કે આપણી જિંદગીમાં અભ્યાસનુ શુ મહત્વ છે. (ફાઇલ તસવીર) આગરા અને દિલ્હીમાં થશે શૂટિંગ..... અભિષેક બચ્ચનની આ ફિલ્મ આગરા અને દિલ્હીમાં કેટલીક જગ્યાઓ પર શૂટ કરવામાં આવશે. અભિષેકની સાથે ફિલ્મમાં તમને યામી ગૌતમ પણ મુખ્ય રૉલમાં દેખાશે. આ ઉપરાંત અભિષેક બચ્ચન અને બૉબ બિસ્વાસ અને બિગ બૂલ જેવી ફિલ્મો પણ કરી રહ્યો છે. આ બન્ને ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની છે. તાજેતરમાં જ ફિલ્મ લુડોમાં તેની એક્ટિંગને ખુબ પસંદ કરવામાં આવી છે.