મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની ધરપકડ કરી છે. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ આજે તેને મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગહના વશિષ્ઠે 87 એડલ્ટ વીડિયો શૂટ કર્યા અને તેને વેબસાઇટ પર અપલોડ કરીને તેની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. જેને જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડતી હતી. જે લોકોએ સબ્સ્ક્રાઇબ કરાવ્યું હોય તેમણે 2000 રૂપિયા ભરવા પડતા હતા.
મુંબઈ પોલીસ અનુસાર ત્રણ લોકોએ તેમને બળજબરીથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં વશિષ્ઠને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ શૂટિંગ દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ગહના વશિષ્ઠ આલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી લોકપ્રિય થઈ હતી. જેમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા. આ સીરિઝ દ્વારા તે ચર્ચામાં આવી હતી. ગહના વશિષ્ઠે પોતાની એક મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે, જેમાં તે બોલ્ડ વીડિયો પોસ્ટ કરતી રહે છે.
ગહના એમટીવી પર ટૂ લાઇફ નામના કાર્યક્રમની વીજે રહી ચુકી છે. આ ઉપરાંત ક્રિકેટ વર્લ્ડકપ 2015માં તે યોગરાજ સિંહ અને અતુલ વાસન સાથે એક ન્યૂઝ ચેનલમાં જોવા મળી હતી.
આ હોટ એક્ટ્રેસે નેટ પર મૂક્યા પોતાના 87 સેક્સ વીડિયો, કઈ વેબ સીરિઝમાં ગરમાગરમ સીન આપીને થઈ હતી જાણીતી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 11:09 AM (IST)
મુંબઈ પોલીસ અનુસાર ત્રણ લોકોએ તેમને બળજબરીથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -