રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમાર ફરી એકવાર પોતાની ફીમાં વધારો કરી દીધો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર પોતાની ફિલ્મો માટે 120 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો, પરંત હવે તેને પોતાની ફીને વધારતા 135 કરોડ રૂપિયા કરી દીધા છે. ફિલ્મ સાથે જોડાયેલા નિર્દેશકોનુ કહેવુ છે કે અક્ષય કુમારનુ નામથી બનેલી ફિલ્મોના મેસેજને લઇને અને તેની એક્ટિંગને લઇને બહુ જ ઉત્સુક રહે છે. જેના કારણે ફિલ્મ બૉક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરવામાં સફળ રહે છે. વળી, અક્ષય કુમારની ટીમ પણ માને છે કે તે આ રકમનો હકદાર છે.
નિર્દેશકોનુ કહેવુ છે કે અક્ષય કુમારના નામથી બનેલી ફિલ્મોને નુકશાન થવાની સંભવાના ઓછી હોય છે. બૉલીવુડના મોટાભાગના પ્રૉડ્યૂસર અક્ષયની સાથે કામ કરવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે અક્ષયકુમાર સૂર્યવંશી, બેલ બૉટમ, રામ સેતૂ, અતરંગી રે, બચ્ચન પાંડેમાં દેખાશે. આની સાથે તે બીજી કેટલીક ફિલ્મોના શૂટિંગમા પણ વ્યસ્ત રહેવાનો છે.
(ફાઇલ તસવીર)