અલી ફઝલ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તબીયત લથડતા તેમની માતાનું અચાનક નિધન થઈ ગયું. અલીએ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ તમામ ફેન્સનો આભાર માન્યો અને આ સમયમાં તેને પ્રાઈવસી આપવાની પણ અપીલ કરી છે. તેમણે એ પણ કહ્યું કે, આ દુખના સમયમાં મૌન રહેવાનું પસંદ કરશે.
અલીએ ખુદ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ ખબરની પુષ્ટી કરી હતી અને એક ભાવૂક પોસ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 3 ઈડિયટ્સ, ફુક્રે, ઓલ્વેઝ કભી કભી, બાત બન ગઈ, મિલન ટોકિઝ, સોનાલી કેબલ, હેપ્પી ભાગ જાયેહી, ખામોશિયા, બ્રિટિશ અમેરિકી ફિલ્મ વિક્ટોરિયા એન્ડ અબ્દુલ અને હોલિવૂડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7માં કામ કરી ચૂકેલા અલી ફઝલે આ વર્ષે એપ્રિલ મહિનામાં ગર્લફ્રેન્ડ રિચા ચડ્ઢા સાથે લગ્ન કરવાના હતા પરંતુ લોકડાઉનના કારણે લગ્નની તારીખ લંબાવવામાં આવી.