ખરેખરમાં, અક્ટરની ઘાસ કાપવાનુ મશીન ખરાબ થઇ ગયુ છે, આ વાતની જાણકારી તેમને સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી છે.
આ વીડિયોને એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો, શેર કરેલા વીડિયોમાં બે લોકો ઘાસ કાપવાનુ મશીન ઠીક કરતા દેખાઇ રહ્યાં છે.
ધર્મેન્દ્ર વીડિયોમાં કહે છે- હાય દોસ્તો, ખેડૂતોને કંઇક ને કંઇક તકલીફો થતી રહે છે, હવે મારુ આ ઘાસ કપાવાનુ મશીન બગાડી બેસ્યા આ, આ ઘાસ વધી રહ્યું છે, હું વિચારી રહ્યો હતો, આને લેવલ કરી દઉં. કંઇ નહીં તમે ધ્યાન રાખો. એક્ટરે આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યુ- ખેડૂતોને દરેક મુશ્કેલીમાંથી પસાર થવાનુ આવડે છે, ધ્યાન રાખો.
ધર્મેન્દ્રનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ધર્મેન્દ્ર કાઉ બૉય હેડ લગાવીને ખુરશી પર બેઠેલા દેખાઇ રહ્યાં છે.