સલમાને યુલિયા અને જેકલિનની સાથે ગરીબ લોકોને વહેંચ્યુ રેશન, મદદ કરતો VIDEO વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 May 2020 09:37 AM (IST)
સલમાન ખાન પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એક સ્ટૉર રૂપમાંથી રેશન અને ખાવાપીવાની વસ્તુઓ પાસે ઉભી રહેલી એક ગાડાઓમાં ચઢાવવામાં મદદ કરી રહ્યો છે
મુંબઇઃ લૉકડાઉન કારણે સલમાન ખાન લગભગ પોતાના પરિવાર સાથે પોતાના ફાર્મહાઉસમાં ફસાયો છે. સલમાન ખાને ત્યાં રહીને પણ કેટલાક ગરીબો, મજૂરો અને જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યો છે. તાજેતરમાં જ સલમાને ગર્લફ્રેન્ડ યુલિયા અને એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની સાથે ગામડાના જરૂરિયાતમંદોને મદદ કરી હતી. સલમાનનો પનવેલ ફાર્મહાઉસ પરથી એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે, સલમાન ખાન પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એક સ્ટૉર રૂપમાંથી રેશન અને ખાવાપીવાની વસ્તુઓ પાસે ઉભી રહેલી એક ગાડાઓમાં ચઢાવવામાં મદદ કરી રહ્યો છે, અને ગાડુ આગળ વધારતા લાઇનમાં ઉભા રહેલા લોકોને હાથમાં આપી રહ્યો છે. ખરેખરમાં, સલમાન ખાને પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસની આસપાસ વસેલા ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદોને રેશન આપીને મદદ કરવાની કોશિશ કરી છે.
આ વીડિયોમાં સલમાન ખાનના પરિવારના અન્ય સભ્યો ઉપરાંત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર અને અભિનેત્રી તથા સલમાન ખાનની ખાસ મિત્ર જેકલિન ફર્નાન્ડિઝ પણ દેખાઇ રહી છે. વીડિયોના અંતમાં જરૂરી સામાનથી ભરેલા ગાડાઓને પનવેલના ફાર્મ હાઉસમાંથી જતા દેખી શકાય છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને અગાઉ પણ લૉકડાઉનના કપરા કાળમાં જરૂરિયાતમંદો અને ગરીબો-મજૂરોની મદદ માટે આર્થિક મદદ કરી હતી.