નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન ઉગ્ર વધુને વધુ ઉગ્ર બનતુ જઇ રહ્યું છે, એકબાજુ ઠંડીનો ચમકારો અને બીજીબાજુ ખેડૂતોનુ કૃષિ બિલને લઇને સરકાર સામે હલ્લાબોલ છે. આ બધાની વચ્ચે પંજાબી સ્ટાર અને બૉલીવુડ એક્ટર-સિંગર દિલજીત દોસાંજે મોદી સરકારને તતડાવી નાંખતુ એક ટ્વીટ કર્યુ છે.

દિલજીત દોસાંજે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેના દ્વારા તેને બતાવવાની કોશિશ કરી છે કે ખેડૂતોને આંદોલન દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને કઠીનાઇઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તસવીર પર સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.



દિલજીત દોસાંજે તસવીર શેર કરતા લખ્યું- તેરિયા તૂ જાને બાબા, ઇનમે લોકો કો આતંકી નજર આતે હૈ, ઇન્સાનિયત નામ દી કી કોઇ ચીજ હોંદી આ યાર. દિલજીત દોસાંજની આ તસવીરમાં એક ઘરડો સિખ વ્યક્તિ કકકડતી ઠંડીમાં ખુલ્લામાં નહાતા દેખાઇ રહ્યો છે.



અત્યાર સુધી આ તસવીર પર સાત હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યુ છે, અને 62 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. દિલજીત દોસાંજની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

(ફાઇલ તસવીર)