ફરદિનનો ફેટ ટુ ફીટ અવતાર જોઈને તેના ચાહકો પણ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં ફરદીને ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. તેમને જોતા લાગે છે કે તેઓ ફિલ્મોમાં કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે. જણાવી દઈએ કે ફરદીનની લેટેસ્ટ તસવીર પણ સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ફરદીન ખાન તેના વધેલા વજનને કારણે ખૂબ ટ્રોલ થયા હતા. હેન્ડસમ અને ડેશિંગ સ્ટાર માનવામાં આવતા ફરદિનને વર્ષ 2016 માં સ્પોટ કરવામાં આવ્યા ત્યારે તેનું વધતું વજન જોઈને આશ્ચર્ય થયું હતું. આ અભિનેતાને ઓળખવું પણ મુશ્કેલ હતું. તે દરમિયાન, ફરદીનનો ચહેરો એકદમ ભરેલો હતો અને દાઢી સફેદ હતી. અને વાળ પણ વધારી દેવામાં આવ્યા હતા. ફરદિનના આ ફેટી લુકની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ ફરદીને ફરી એકવાર પોતાના જબરદસ્ત પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તેના ફિટ લૂક માટે તેના પ્રશંસકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી.
ફરદીનના ફિલ્મી કરીયરની વાત કરવામાં આવે તો ફિલ્મ પ્રેમ અગનથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં ઘણી ફિલ્મો આવી જેમાં ઓમ જય જગદીશ, નો એન્ટ્રી અને હે બેબી અને પ્યાર તૂને ક્યા કિયા ખાસ છે. અંતિમ ફિલ્મ 2010માં દૂલ્હા મિલ ગયા આવી હતી.