Gautami Tadimalla Quits BJP :તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડીમલ્લાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌતમી તડીમલ્લાએ એક પત્ર દ્વારા આ માહિતી આપી છે.

Continues below advertisement


અભિનેત્રી ગૌતમી તાડીમલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે


ગૌતમી તડીમલ્લાએ પત્રમાં કહ્યું છે કે ખૂબ જ ભારે હૃદયે મેં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું 25 વર્ષ પહેલા પાર્ટીમાં રાષ્ટ્ર નિર્માણમાં તેના પ્રયાસોનું યોગદાન આપવા માટે જોડાઈ હતી. મારા જીવનમાં મેં જે પણ પડકારોનો સામનો કર્યો છે, મે તે પ્રતિબદ્ધતાનું  સન્માન કર્યું છે. તેમ છતાં આજે હું મારા જીવનમાં અકલ્પનીય સંકટની પરિસ્થિતિમાં ઉભી છું. મને પક્ષ અને નેતાઓ તરફથી કોઈ પ્રકારનું સમર્થન મળ્યું નથી. 






પત્રમાં ગંભીર આક્ષેપો કર્યા છે


ગૌતમી તડીમલ્લાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે તેને ખબર પડી છે કે કેટલાક લોકો તેના વ્યક્તિનું સમર્થન કરી રહ્યા છે, જેણે તેનો વિશ્વાસ તોડ્યો છે અને તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે.


ગૌતમી તડીમલ્લાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના એકાઉન્ટ પર અપલોડ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પાર્ટીએ છેલ્લી ઘડીએ રાજ્યમાં 2021ની વિધાનસભા ચૂંટણી માટે ટિકિટની ખાતરી આપી બાદમાં તે રદ કરી હોવા છતાં, તે  ભાજપ પ્રત્યે પ્રતિબદ્ધ રહી હતી. 


ગૌતમી તડીમલ્લાએ કહ્યું કે તેણે ભારે હ્રદય અને નિરાશા સાથે પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના તમિલનાડુ એકમના વડા કે. અન્નામલાઈ અને અન્યને ટેગ કર્યા છે. 




મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓને ન્યાય આપવા અપીલ કરી હતી


ગૌતમી તડીમલ્લાએ આ મામલે મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓને ન્યાયની અપીલ કરી છે. તડીમલ્લાએ કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ મને હજુ પણ આશા છે કે મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓ મને ન્યાય અપાવશે. તેથી આજે હું ભાજપમાંથી મારા પદ પરથી રાજીનામું આપી રહી છું.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial