મુંબઇઃ પોતાની અદાકારીથી દરેકના દિલ પર રાજ કરનારા અભિનેતા ઇરફાન ખાને મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં છેલ્લા શ્વાસ લીધા. એક્ટર લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતોત અને 54 વર્ષી વયે તેમને દુનિયા છોડી દીધી. ઇરફાન ખાનને બે દિકરા છે.


દુઃખદ વાત છે કે અભિનેતાને પોતાની ગંભીર બિમારી વિશે ખબર પડી તો દુઃખી થયા હતા. ઇરફાને આ બિમારીની માહિતી પોતાના ફેન્સ સાથે જાતે જ શેર કરી હતી. તેને ટ્વીટર પર જણાવ્યુ હતુ કે તેઓ ન્યૂરોએન્ડોક્રાઇન નામની એક ગંભીર બિમારીથી પીડિત છે.

બિમારીની ખબર પડ્યા બાદ અભિનેતા આનો ઇલાજ કરાવવા માટે લંડન ગયા હતા, ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી.



જ્યારે બિમારીની અભિનેતાને ખબર પડી ત્યારે તેમને પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમને એક અખબરના નામે એક પત્ર લખ્યો, આમાં તેમને સંઘર્ષની વચ્ચે પસાર થવા સાથે પોતાની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.

તેમને પત્રમાં લખ્યું- આ વાતને થોડોક સમય વીતી ચૂક્યો છે, જ્યારે મને ખબર પડી કે હું હાઇગ્રેડ ન્યૂરોએન્ડોક્રાઇન કેન્સર જેવી બિમારીથી પીડિત છું. મારા શબ્દકોષમાં આ નવો શબ્દ હતો. મને ખબર પડી કે આ દુર્લભ બિમારી છે. મને આના ઇલાજ પર સંદેહ પણ વધુ હતો.



તેમને કહ્યું- અત્યાર સુધી હું એક ફાસ્ટેસ્ટ ટ્રેનમાં સફર કરી રહ્યો હતો, મારા કેટલાક સપનાઓ હતા, કેટલીક ઇચ્છાઓ હતી, કેટલીક યોજનાઓ પણ હતી, કેટલાય લક્ષ્ય હતા. છતાં કોઇએ મને હલાવીને જગાડી દીધો. મે પાછળ વળીને જોયુ તો તે ટીટી હતો, તેમને કહ્યું તમારુ સ્ટેશન આવી ગયુ છે, કૃપા કરીને નીચે ઉતરી જાઓ. હું કન્ફ્યૂઝ હતો. મે કહ્યું નહી નહી હજુ મારુ સ્ટેશન નથી આવ્યુ. તેમને કહ્યું નહીં તમારે આગળના કોઇપણ સ્ટૉપ પર ઉતરવુ પડશે.



ઇરફાને આગળ લખ્યું- તે પોતાના આ ડર અને દર્દની વાત પોતાના દીકરા સાથે કરતો હતો., તે પોતાના દીકરાઓને કહેતા હતા કે હું કોઇપણ પ્રકારે ઠીક થવા માંગુ છું. મને મારા પગ પર ફરીથી ઉભુ થવુ છે. મને આ ડર અને દર્દ નથી જોઇતુ. થોડાક સપ્તાહ બાદ હું એક હૉસ્પીટલમાં ભરતી થઇ ગયો. તેમાં બાલ્કની છે. બહારનો નજારો દેખાતો છે. વળી, રસ્તાંની એક બાજુ મારી હૉસ્પીટલ છે અને બીજીબાજુ લૉર્ડ્સ સ્ટેડિયમ છે.... ત્યાં વિવિયન રિચર્ડ્સનો હસતા ચહેરાવાળુ પૉસ્ટર છે.