નવી દિલ્હીઃ એક્ટર ઇશાન ખટ્ટર અને શાહિદ કપૂરના પિતા રાજેશ ખટ્ટરે પોતાના ત્રીજા દીકરા વનરાજની પહેલી તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે. વનરાજનો જન્મ ગયા વર્ષે ઓગસ્ટમાં થયો હતો, જોકે રાજેશ ખટ્ટરે હવે પોતાના ફેન્સ માટે ત્રીજા દીકરાની તસવીર શેર કરી છે.


રાજેશ ખટ્ટરે પોતાની એનિવર્સરી પ્રસંગે પોતાની પત્ની વંદના સજનીની સાથે તસવીર શેર કરી છે. તેમને લખ્યું- હેલો એવરીવન (મારુ પહેલુ નમસ્તે તમારા જેવા અદભૂત લોકો માટે) પિતાજી કહે છે આજે દુનિયા આજે કઠીન પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. પણ આ સમય પણ વીતી જશે. અને પહેલા કરતાં પણ સુંદર દુનિયા બનશે. અમે બાળકો માટે તમારા બધાનો ધન્યવાદ કરીએ છીએ. રાજેશ ખટ્ટરની આ પૉસ્ટ પર અભિનેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા.



ખાસ વાત છે કે, રાજેશ ખટ્ટર બૉલીવુડ અભિનેતા ઇશાન ખટ્ટર અને શાહિદ કપૂરના સોતેલા પિતા છે, રાજેશના પહેલા લગ્ન નીલિમા અઝીમ સાથે થયા હતા, બાદમાં 2008માં રાજેશ ખટ્ટરે વંદનાની સાથે લગ્ન કરી લીધા હતા.

હાલ રાજેશ ખટ્ટર 53 વર્ષના છે અને પત્ની વંદના સજની 44 વર્ષની છે, એટલે કે બન્ને કપલ ત્રીજા બાળકના માતા પિતા બન્યા છે. વંદના સજની રાજેશ ખટ્ટર કરતાં નવ વર્ષ નાની છે.



ગયા વર્ષે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પિતા બન્યા બાદ રાજેશ ખટ્ટરે વાત કરતાં જણાવ્યુ હતું, મારા 50 પ્લસ થયા બાદ પિતા બનવુ એક મોટો પડકાર હતા, પણ હું સફળ થયો, આમ કરનારો હું પહેલો કે છેલ્લો નથી.

વળી, વંદનાએ કહ્યું કે, ગયા 11 વર્ષોમાં હું ત્રણ ગર્ભપાત, ત્રણ IUI અસફળતાઓ, ત્રણ IVF અસફળતાઓ, અને ત્રણ સરોગેસી અસફળતા સહન કરીને અહીં સુધી પહોંચી શકી છું. હું અત્યારે ખુશ છું અને જીવનમાં વિશ્વાસ રાખુ છું.