આ એક્ટરે પહેર્યા એવા વિચિત્ર કપડાં કે ફેન્સ બોલ્યા- આ છે ભારતનો સસ્તો જેકી ચેન
abpasmita.in | 06 Dec 2019 09:30 AM (IST)
ઉલ્લેખનીય છે કે કરણ જોહર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની વચ્ચે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ નિર્માતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ આગવુ નામ ધરાવનાર કરણ જોહર હાલ ફેન્સના નિશાન આવ્યો છે, આમ તો કરણ જોહર પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે ખુબ પૉપ્યૂલર છે પણ તાજેતરમાં જે પોતાના કપડાંને લઇને ચર્ચામાં આવ્યો છે. કરણ જોહર એક એક્ટર પણ છે. તાજેતરમાં જ કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે અજબગજબની ફેશનવાળા કપડાં પહેરેલા દેખાઇ રહ્યો છે, તસવીરોમાં કરણે બ્લેક કલરનુ ખુલ્લુ પેન્ટ, જેકેટ અને ટીશર્ટ અને નીચે સફેદ બુટ પહેરેલા છે. ચશ્મા પણ સ્ટાઇલિસ્ટ છે. આ વિચિત્ર સ્ટાઇલના કારણે ફેન્સે તેને ભારતનો સસ્તો જેકી ચેન પણ ગણાવી દીધો હતો. આવા કપડાંને લઇને કોરિયગ્રાફર ફરાહ ખાને પણ મજાક કરી, તેને લખ્યું કે જ્યારે વજન ઓછુ થઇ જાય ત્યારે આવા દેખાવાય છે. ઉલ્લેખનીય છે કે કરણ જોહર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની વચ્ચે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે.