ટીવીની 'નાગિન'એ લાલ ડ્રેસ પહેરીને કરાવ્યુ હૉટ ફોટોશૂટ, તસવીરો વાયરલ થતાં ફેન્સ બોલ્યા.......
abpasmita.in | 06 Dec 2019 09:01 AM (IST)
એક્ટ્રેસ બહુ જલ્દી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં દેખાવવાની છે. આ ફિલ્મમાં તે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસનો રૉલ નેગેટિવ છે
મુંબઇઃ ટીવીની દુનિયામાંથી બૉલીવુડમાં પગ મુકનારી એક્ટ્રેસ મોની રોય હાલ સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેને પોતાની હૉટ તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે એકદમ બૉલ્ડ અને હૉટ છે. ફેન્સ પણ તસવીરો પર ખાસ પ્રકારની કૉમેન્ટ આપી રહ્યાં છે. ટીવી દુનિયામાં 'નાગિન' બનેલી એક્ટ્રેસ મોની રોય હવે ધીમે ધીમે બૉલીવુડમાં ચમકી રહી છે. મોની રોયે તાજેતરમાં જ એ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે લાલ ડ્રેસ પહેરેલો છે. એક્ટ્રેસે શેર કરેલી તસવીરો એક ફોટોશૂટની છે, એક્ટ્રેસ લાલ ડ્રેસમાં એકદમ સેક્સી અને બૉલ્ડ દેખાઇ રહી છે. ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસે છુટા વાળ સાથે હૉટ પૉઝ આપ્યો છે, લાલ ડ્રેસ જે ગાઉન પ્રકારનુ છે. તસવીરો વાયરલ થતાં જ ફેન્સને મોની રોયને એકદમ સેક્સી એક્ટ્રેસ ગણાવી હતી. મોની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ બહુ જલ્દી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં દેખાવવાની છે. આ ફિલ્મમાં તે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસનો રૉલ નેગેટિવ છે.