મુંબઇઃ લૉકડાઉનના કારણે હાલ બૉલીવુડ સેલેબ્સ પણ ઘરમાં પુરાઇને બેઠા છે, ટીવી, શૉ અને ફિલ્મોના શૂટિંગ હાલ બંધ છે, લૉકડાઉનના સમયનો ઉપયોગ કરીને આવા સ્ટાર્સ કેટલાક મજેદાર વીડિયો બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ એક્ટર કાર્તિક આર્યનનો એક પ્રેન્ક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

કાર્તિક આર્યને પોતાની બહેન સાથે એક પ્રેન્ક વીડિયો બનાવ્યો છે, અને તેને શેર કરતાં તે ખુબ પૉપ્યુલર બની ગયો છે. આ વીડિયોમાં કાર્તિકને પોતાની બહેન એક થપ્પડ મારતી દેખાઇ રહી છે. કાર્તિકે વીડિયો શેર કરતા લખ્યું- સવારે ઉઠો, નહાઓ, માર ખાઓ અને સુઇ જાઓ.



વીડિયોમાં કાર્તિક બહેનની રૉટલી ખાય છે, પણ તેને ગમતી નથી, બાદમાં તે પોતાની બહેનને વાળ પકડીને ઘૂમાવે છે, અને તેને ઉડાવવાની કોશિશ કરે છે. કાર્તિકે વીડિયો શેર કરતા લખ્યુ- ક્વૉલિટી ટાઇમ સાથે સમાધાન નહીં.



ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકો મદદ માટે આગળ આવી રહ્યાં છે. કાર્તિક આર્યને આ જંગમાં પીએમ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન આપીને મોટી મદદ પણ કરી છે. આ વાતની જાણકારી તેને સોશ્યલ મીડિયા પર આપી હતી.