મુંબઇઃ દેશભરમાં લોકો મહામારી સામે જંગ લડી રહ્યાં છે, લોકો પોતાનાથી બનતી તમામ મદદ જરૂરિયાતમંદોને કરી રહ્યાં છે, ત્યારે એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેએ શાહરૂખ ખાન પાસ મદદનો હાથ લંબાવ્ય છે.

નેટફ્લિક્સની પૉપ્યૂલર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ 2ની બૉલ્ડ એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી છે. એક્ટ્રેસે શાહરૂખ ખાન પાસે ઔરંગાબાદના ડૉક્ટરો માટે પીપીઇ કિટ્સની માંગણી કરી છે.

કેમકે મહારાષ્ટ્રનુ ઔરંગાબાદ કોરોના હૉટસ્પૉટ બનીને ઉભર્યુ છે, ત્યાં સુવિધાઓની કમી દેખાઇ રહી છે. વળી, અહીંના ડૉક્ટરોની પાસે જરૂરી કિટ્સ પણ અવેલેબલ નથી. જેના કારણે તેઓને સંક્રમિત થવાની સંભાવના ખુબ વધારે છે. હવે આ મામલે એક્ટ્રેસ ડૉક્ટરોની મદદ માટે શાહરૂખને અપીલ કરી રહી છે.



રાજશ્રી દેશપાંડેએ ટ્વીટ કરીને શાહરૂખ ખાનને અપીલ કરી છે કે, ઔરંગાબાદના ડૉક્ટરો પાસે યોગ્ય પીપીઇ કિટ નથી. મહેરબાની કરીને અહીંના ડૉક્ટરોને પીપીઇ કિટ અને એન માસ્કની મદદ કરો.

જોકે, એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેના ટ્વીટ પર શાહરૂખ ખાનની કોઇ પ્રતિક્રિયા આવી નથી, હવે શાહરૂખ ખાન શુ પગલા ભરે છે તે જોવાનુ રહ્યું.