મુંબઇઃ બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા અને જાણીતા ફિલ્મ મેકર મહેશ માંજરેકરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહેશ માંજરેકરને અંડરવર્લ્ડ ડૉન અબુ સાલેમના એક વ્યક્તિ તરફથી ધમકી મળી છે. અભિનેતા પાસે આ વ્યક્તિએ 35 કરોડની ખંડણી માગી છે. મહેશ માંજરેકરએ મામલે પોલીસ ફરિયાદ કરી છે, અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

અભિનેતા મહેશ માંજરેકર હંમેશા ફિલ્મોમાં વિલનના રૉલમાં જ દેખાતા હતા. મુંબઇના એન્ટી એક્સર્ટૉશન સેલે આરોપીની ધરપકડ કરી લીધી છે. અભિનેતાએ દાદર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી.



ખરેખરમાં, થોડાક દિવસ પહેલા અભિનેતા મહેશ માંજરેકર એક વ્યક્તિ તરફથી વૉટ્સએપ પર ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો. આ શખ્સ પોતાને અંડરવર્લ્ડ ડૉન અબુ સાલેમનો સાગરિત ગણાવતો હતો. તેને અભિનેતા પાસે 35 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. હાલ પોલીસની આરોપી સાથેની પુછપરછ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, મહેશ માંજરેકર બહુમુખી પ્રતિભા ધરાવે છે, તે ફિલ્મોમાં શાનદાર અભિનય કામ કરવાની સાથે સાથે એક સારા ફિલ્મ મકેર પણ છે. એટલુ જ નહીં મહેશ માંજરેકર એક નેશનલ એવોર્ડ અને બે સ્ટાર સ્ક્રીન એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.