મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના ફેન્સ શોકમાં ડુબેલા છે. સુશાંતની મોતને હજુ સુધી સ્વીકાર નથી કરી શકતા, પણ આત્મહત્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં કેટલાક સેલેબ્સ આ વાતને લઇને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે, કે કેટલાક નામચિન લોકો પોતાની મરજી પ્રમાણે ઇન્ડસ્ટ્રીને ચલાવી રહ્યાં છે.


આ લિસ્ટમાં હવે સુશાંત સિંહની સાથે કામ કરી ચૂકેલા એક્ટર રણવીર શૌરીનુ રિએક્શન સામે આવ્યુ છે. સુશાંત સિંહના અંતિમ સંસ્કાર બાદ રણવીર શૌરીએ ટ્વીટરના માધ્યમથી આ વાતને શેર કરી છે.



રણવીર શૌરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ગુસ્સો ઠાલવતા લખ્યું- સુશાંત દ્વારા ભરવામાં આવેલા આ પગલા માટે કોઇને દોષી ઠેરવવો યોગ્ય નથી. તે એક મોટો દાવ રમી રહ્યો હતો જેમા તે જીતી જતો અથવા તો હારી જતો. પણ આ બધાની વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગેટકીપર્સ વિશે વાત થવી જોઇએ.



રણવીર શૌરીએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું- જે ગેમ તેઓ રમી રહ્યાં છે તેના વિશે વાત કરવામાં આવવી જોઇએ. તેમના ડબલ ચહેરાને લઇને વાત કરવામાં આવવી જોઇએ. તેમની પાસે જે તાકાત છે જેને તે એકદમ બિનજવાબદાર તરીકે વાપરી રહ્યાં છે, તેના વિશે વાત કરવામાં આવવી જોઇએ.



સાથે સાથે રણવીર શૌરીએ એ લોકો પર પણ નિશાન સાધ્યુ જે ઇન્ડસ્ટ્રીમાં બધુ ઠીક કરવાની તાકાત તો રાખે છે, પણ તે ઠીક કરવા માટે કંઇ કરતા નથી. તેને લખ્યું- તેમના હાથમાં જે તાકાત આપવામાં આવી છે, જેનાથી તે એ નક્કી કરે છે કે કોણ સ્ટાર બની શકશે અને કોન નહીં. પણ તેમને કોઇ પ્રશ્ન નહીં કરી શકાય. કેમકે બધા પોત પોતાની ગેમમાં વ્યસ્ત છે.