મુંબઇઃ બૉલીવુડ એક્ટર સત્યજીત દુબેના માતા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. રિપોર્ટ પૉઝિટીવ નીકળ્યા બાદ તરતજ તેને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવી છે. આ વાતની જાણકારી આપતા ખુદ સત્યજીત દુબેએ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે અને તેમની તબિયત વિશે વિસ્તારથી માહિતી આપી છે.




સત્યજીતે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યુ કે, તેમની માં કોરોના પૉઝિટીવ નીકળી છે. તેમને લખ્યું- થોડાક દિવસો મારી માતા, બહેન અને મારા માટે મુશ્કેલી ભર્યા સાબિત થયા છે. થોડાક દિવસોથી મારી માતાની તબિયત ઠીક ન હતી, તેમને માઇગ્રેન હતુ, વધારે તાવ પણ હતા, અને શરીરમાં દુઃખાવો અનુભવાઇ રહ્યો હતો. અમે તેને કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પૉઝિટીવ નીકળી. તેને નાનાવટી હૉસ્પીટલમાં આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. મને આશા છે કે તે વધુ મજબૂત થઇને બહાર આવશે, મને અને મારી બહેનને કોઇ લક્ષણ નથી.



આ સાથે સત્યજીત દુબેએ કોરોના વૉરિયર્સનો પણ આભાર માન્યો હતો. સત્યજીતે પોતાની પૉસ્ટમાં કોરોના વૉરિયર્સની પણ પ્રસંશા કરી, લખ્યું- હું મારા મિત્રો, પાડોશી, બીએમસી વર્કર અને ડૉક્ટરોનો આભાર માનુ છુ, તેમને પ્રેમ અભૂતપૂર્વ છે.

સત્યજીત દુબેએ પોતાની પૉસ્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ ઘટના પણ શેર કરી, તેને જણાવ્યું કે કેવી રીતે પોલીસવાળાઓએ તેમને ફોન કરીને ચિંતા ના કરવાનુ કહ્યું, પોલીસકર્મીએ સત્યજીત દુબે ચિંતામુક્ત ફોન કરવા અને મદદ માંગવાનુ કહ્યુ છે.