નવી દિલ્હીઃ લૉકડાઉનમાં દરમિયાન હીરો-હીરોઇનો અવનવી પ્રવૃત્તિ કરીને સમય પસાર કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. ચેન્નાઇ પોલીસે તામિલ એક્ટર શામની ધરપકડ કરી લીધી છે. પોલીસે કથિત રીતે જુગાર રમવાના આરોપમાં એક્ટરની ધરપકડ કરી લીધી છે.
સુત્રો અનુસાર, પોલીસે ચેન્નાઇના અપસ્કેલ નનગમ્બકમ વિસ્તારમાં પોતાના ઘરમાં કથિત રીતે જુગાર રમવાના આરોપમાં એક્ટર શામની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે અભિનેતા પોતાના ફ્લેટમાં જુગાર રમતો હતો, તેની પાસેથી જુગારના ટૉકન મળ્યા છે. ખાસ વાત છે કે એક્ટર શામી સાથે તેના 11 સાથીઓને પણ જુગાર રમવાના આરોપમાં પોલીસે પકડ્યા છે.
પોલીસ અનુસાર, એક્ટર શામની 11 લોકોની સાથે ધરપકડ કરાઇ છે, પોલીસ હાલ ટૉકનની તપાસ કરી રહી છે. પોલીસ તે સમયે હરકતમાં આવી જ્યારે એક ફાઇનલ યરના વિદ્યાર્થીએ ઓનલાઇન ગેમમાં પૈસા હાર્યા બાદ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. રિપોર્ટ પ્રમાણે યુવક પોતાના કાર્યસ્થળ પરથી લીધેલા 20 હજાર રૂપિયા જુગારમાં હારી ગયો હતો. જેના કારણે તે તણાવમાં રહ્યો અને આપઘાત કરી લીધો હતો.
તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટેની મદુરાઇ બેન્ચે ઓનલાઇન ગેમિંગને વિનિયમિત કરવા અને નિયંત્રિત કરવા માટે કાયદાની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. બેન્ચે કહ્યું હતુ કે યુવાઓની વચ્ચે ઓનલાઇન ગેમિંગ-જુગારની લત પરિવારોને એક નાણાંકીય નુકશાન પહોંચાડે છે.
લૉકડાઉનમાં પોતાના ઘરમાં મિત્રોને ભેગા કરીને જુગાર રમતો હતો આ એક્ટર, પોલીસે પકડીને કરી દીધો જેલ ભેગો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 03:07 PM (IST)
ચેન્નાઇ પોલીસે તામિલ એક્ટર શામની ધરપકડ કરી લીધી છે. પોલીસે કથિત રીતે જુગાર રમવાના આરોપમાં એક્ટરની ધરપકડ કરી લીધી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -