મુંબઇઃ લૉકડાઉન બાદ આવેલા વીજલી બીલને લઇને લઇને મોટા ભાગના લોકોની ફરિયાદ છે, સેલેબ્સ પણ અધધધ બીલની રકમને લઇને ઇલેક્ટ્રિસિટી કંપનીને ફરિયાદ કરી રહ્યાં છે. આ પહેલા હરભજન, અરશદ વારસી સહિતના સ્ટાર્સ ફરિયાદ કરી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં દિવ્યા દત્તાનું નામ પણ જોડાઇ ગયુ છે. દિવ્યા દત્તાને ઘરનુ લાઇટ બીલ 51 હજાર આવ્યુ છે, જેના કારણે તે પરેશાન છે.


લાઇટ બીલની વધારે પડતી રકમ જોઇને અભિનેત્રી દિવ્યા દત્તાએ રવિવારે એક પૉસ્ટ લખી, જેમાં તેને ટાટા પાવરને વધુ બીલ ચાર્જ કરવા માટે ફરિયાદ કરી હતી.

તેને ટ્વીટમાં લખ્યું- ડિયર ટાટા પાવર.... આ શું થઇ રહ્યુ છે. એક મહિનાનુ બીલ 51000 રૂપિયા. ચાંદલો આપવાનો છે શું લૉકડાઉનનો. કૃપા કરીને આને ઠીક કરો.



તેને ટ્વીટ કરીને કહ્યું- લૉકડાઉનના ત્રણ મહિના થઇ ગયા છે, અને વિચારી રહી છું કે મે મારા એપાર્ટમેન્ટમાં એવુ કયુ ઉપકરણ વાપરવાનુ શરૂ કરી દીધુ છે, કે લાવી છુ, જેનાથી મારુ લાઇટ બીલ આટલુ વધીને આવ્યુ છે.



આ પહેલા મુંબઇમાં લાઇટ આપનારી મુખ્ય કંપની અદાણી ઇલેક્ટ્રીસિટી વિરુદ્ધ ક્રિકેટર હરભજન સિંહે પણ ગુસ્સે ઠાલવ્યો હતો, તેને પોતાના ઘરનુ 33900 વીજળી બીલ આવતા ટ્વીટ કર્યુ હતુ, કે આ મારા ઘરનુ બીલ છે કે આખા મહોલ્લાનુ? તેને કહ્યું કે આટલુ બિલ આખા મહોલ્લાનુ લગાવી દીધુ છે કે શુ, સામાન્ય બીલથી સાત ગણુ વધારે છે. હરભજન લાઇટ બીલનો મેસેજ પણ લખ્યો છે, તે પ્રમાણે તેનુ બીલ 33900 રૂપિયા છે, અને તેને 17 ઓગસ્ટ સુધી ચૂકવવાનુ છે.

ઉલ્લેખનીય છે કે, બીલની વધેલી રકમને લઇને અગાઉ અરશદ વારસી, તાપસી પન્નૂ, હુમા કુરેશી અને રેણુકા શહાણે જેવા સેલેબ્સ પણ ફરિયાદ કરી ચૂક્યા છે.