મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના જાણીતા અને દિગ્ગજ ડાયેરેક્ટરનુ નિધન થયુ છે. 55 વર્ષી એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.
ડાયરેક્ટર પરવેઝ ખાનને ગઇકાલે સવારથી જ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો, આ કારણે તેમને હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા અને બાદમાં તેને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમના મોતની જાણકારી સહયોગી નિશાન ખાને સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી.
નિશાંત ખાને લખ્યું- તેમને સવારે હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને હૉસ્પીટલ લઇ જવાયા પરંતુ તેમનુ નિધન થઇ ગયુ. તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઇ બિમારી ન હતી. પરવેઝ ખાન નિધન બાદ બૉલીવુડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાને વર્ષ 1986માં એક્શન ડાયરેક્ટર અકબર બક્શીની ફિલ્મથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. પરવેઝ ખાન સૌથી પહેલા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. પરવેઝ ખાન જાણીતા એક્ટર અક્ષય કુમારની ખિલાડી, શાહરૂખની બાજીગર, આયુષ્યમાન ખુરાનાની અંધાધૂન, વરુણ ધવનની બદલાપુર, બૉબી દેઓલની શોલ્જર સહિતની ફિલ્મોમાં એક્શન સીન પર્ફોમ કર્યા છે.
બૉલીવુડને વધુ એક ઝટકો, આ દિગ્ગજ ડાયરેક્ટરનું હાર્ટ એટેકથી થયુ નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 12:53 PM (IST)
ડાયરેક્ટર પરવેઝ ખાનને ગઇકાલે સવારથી જ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો, આ કારણે તેમને હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા અને બાદમાં તેને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમના મોતની જાણકારી સહયોગી નિશાન ખાને સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -