'જોશ', 'તમન્ના', 'દસ્તક', 'ત્રિશક્તિ' અને 'ઉસકી ટોપી ઉસકે સર' જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા બોલિવૂડ એક્ટર શરદ કપૂર પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવતીએ બૉલીવુડ અભિનેતા પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનો આરોપ છે કે અભિનેતાએ પહેલા તેને ઓફિસના બહાને ઘરે બોલાવી અને પછી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. યુવતીએ આ મામલે અભિનેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.


યુવતી ફેસબુક દ્વારા શરદના સંપર્કમાં આવી હતી 


પીડિતાનો આરોપ છે કે તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી. તે શરદ કપૂર સાથે વાત કરી રહી છે તેની પુષ્ટિ કરવા તેણે અભિનેતા સાથે વીડિયો કૉલ પર વાત કરી. શરદે યુવતીને કહ્યું કે તે એક શૂટિંગના સંબંધમાં તેની સાથે વાત કરવા અને મળવા માંગે છે. આ પછી શરદે ફોન દ્વારા યુવતીને તેનું લોકેશન મોકલ્યું અને તેને ખારમાં તેની ઓફિસ આવવા કહ્યું. પરંતુ, જ્યારે યુવતી ત્યાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે શરદની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે.


ખોટું બોલીને યુવતીને ઘરે બોલાવી


યુવતીના કહેવા પ્રમાણે, તે ખારમાં સ્થિત બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ઘરે પહોંચી હતી. શરદ ત્યાં હાજર હતો. તે રસોડામાંથી બેડરૂમમાં ગયો. થોડી વાર પછી શરદે ફોન કર્યો અને તેને પણ બેડરૂમમાં આવવા કહ્યું. જ્યારે છોકરી બેડરૂમના દરવાજા પાસે પહોંચી તો તેણે શરદને ત્યાં કપડાં વગર બેસેલો જોયો. આવી સ્થિતિમાં યુવતીએ અભિનેતાને કપડાં પહેરીને વાત કરવા કહ્યું. શરદે તેણીને પાછળથી ખોટી રીતે પકડી રાખી. જેના કારણે યુવતી શરદને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગઈ હતી.


આ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે 


પીડિતા એક અભિનેત્રી અને નિર્માતા છે, જેણે શરદ કપૂર વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે. શરદ કપૂરની વિરુદ્ધમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 74 , કલમ 79 ( મહિલાની ગરિમા ભંગ કરવા બોલવામાં આવેલા શબ્દો, ઈશારા અથવા કાર્ય) અને કલમ 75 (સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ શારીરિક અને ભાવનાત્મક રુપથી પરેશાન કરવી) છે. શરદ કપૂર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.   


Bollywood News: પહેલી ફિલ્મ બાદ ન મળ્યું આ એક્ટ્રેસને કોઇ કામ, વડા પાઉં ખાઇને કરવો પડ્યો ગુજારો