નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યુ છે, લોકો પોતપોતાની માંગ અને મત સરકાર સામે રાખી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ સરકારે પાસે ખાસ માંગ કરી દીધી છે. અભિનેત્રીએ સરકારે પાસે પ્રવાસી મજૂરો પાસે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.


અભિનેત્રીએ ઋચા ચઢ્ઢાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર પ્રવાસી મજૂરો માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવે, જેથી સમય અને જિંદગીઓ બન્ને બચશે. ખાસ વાત છે કે દેશભરમાં અત્યારે ખુણેખુણેથી પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યાં છે, ટ્રાન્સપોર્ટ સેવા ઉપલબ્ધ ના હોવાના કારણે પ્રવાસી મજૂરો પગપાળા, સાયકલ કે રિક્શાથી પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે, તેઓની હાલત દયનીય બની ગઇ છે. પ્રવાસી મજૂરોની તસવીરો પણ હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

કેન્દ્ર સરકારે આ મજૂરો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચમા આર્થિક પેકેજની જાહેરાત કરી, દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર એક ટિપ્પણી કરી હતી. એક ક્લિપને શેર કરીને અભિનેત્રીએ કેન્દ્ર સરકારે આ મજૂરો માટે ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવાની અપીલ કરી છે.

તેને લખ્યું- પ્લીઝ, તેને પરિચાલન સેવા ઉપલબ્ધ કરાવો, ચાલવાને બદલે તે પોતાનો બહુ સમય બચાવી શકશે, આનાથી માત્ર સમય જ નહીં પણ જિંદગીઓ પણ બચશે.



ઉલ્લેખનીય છે કે, શનિવારે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી, અને તેમની સ્થિતિ વિશે જાણકારી લીધી હતી. નાણામંત્રી રાહત પેકેજની જાહેરાત કરતી વખતે આને લઇને જાણકારી આપી હતી. તેમને કટાક્ષ કર્યો હતો કે પ્રવાસી મજૂરો માટે સરકારે ટ્રેનની વ્યવસ્થા કરી છે, પણ દુઃખ થાય છે કે લોકો પગપાળા જઇ રહ્યાં છે, તેમને કહ્યું કે, કોંગ્રેસે તે રાજ્યોમાં ટ્રેન મંગાવીને પ્રવાસી મજૂરોને ઘર પહોંચાડવાની પહેલ કેમ નથી કરી, જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે.