બ્રિટનના સાપ્તાહિક અખબાર ઇસ્ટર્ન આઇ દ્વારા પ્રકાશિત દુનિયામાં 50 એશિયન હસ્તીઓની યાદીમાં ટૉપ સ્થાન હાંસલ કરવા માટે 47 વર્ષીય બૉલીવુડ એક્ટર સોનુ સૂદને સખત પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડ્યો.
આ લિસ્ટના માધ્યમથી તે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમને પોતાના કામથી સમાજમાં સકારાત્મક છાપ ઉભી કરી છે, અને લોકોને પ્રેરિત કર્યા છે.
સન્માન પ્રત્યે આભાર પ્રગટ કરતા સોનુ સૂદે કહ્યું- મહામારી દરમિયાન મને અહેસાસ થયો કે આપણા દેશના લોકોની મદદ કરવી મારુ કર્તવ્ય છે. કોરોના વાયરસ મહામારીના કારણે લાગેલા લૉકડાઉનના સમયે સોનુ સૂદે ભારતીય પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચડવામાં ખુબ મદદ કરી હતી, જેના કારણે તેમને આ સન્માન આપવામાં આવ્યુ.
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદને પ્રવાસી મજૂરો અને કારીગરોની મદદ કરવા માટે પંજાબ સરકાર અને આંધ્રપ્રદેશ સરકારે પણ સન્માનિત કર્યો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રે પણ એડજી સ્પેશ્યલ હ્યૂમેનિટેરિયન એક્શન એવોર્ડથી એક્ટરને સન્માનિત કર્યો હતો.