મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો છે, પટણામાં જન્મેલા અભિનેતાએ અત્યાર સુધી 12 ફિલ્મોમાં કામ કર્યુ છે, નાની જિંદગીમાં સુશાંતના મોટા મોટા સપનાઓ હતા. અભિનેતાએ પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી તે એક દુઃખદ પગલુ હતુ. સુશાંતે જે પગલું ભર્યું તેનાથી તે એકદમ વિરુદ્ધમાં હતો.


સુશાંત સિંહે પોતાના 50 સપનાઓનું એક વિશલિસ્ટ પણ બનાવ્યું હતું. એક દિવસ CIRN જવું. ધ યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચને CIRN કહેવામાં આવે છે. અહીંયા ગોડ પાર્ટિકલ સંબંધિત લાર્જ હેડ્રોન કોલાઈડરનું પરિક્ષણ ચાલે છે. સુશાંત ભણવામાં અવ્વલ હતો. અહીં સુશાંતના 50 સપનાઓનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ.....

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આવી હતી 50 ઇચ્છાઓ.....

1.પ્લેન ઉડાડતા શીખવુ
2.ચેમ્પિયન સાથે ટેનિસ રમવુ
3.ડાબા હાથેથી ક્રિકેટ રમતા શીખવુ
4.મોર્સ કૉડ શીખવા
5.બાળકોને સ્પેશ વિશે જણાવવા માદદ કરવી
6.આયરમેન ટ્રાયથલૉન માટે ટ્રેન
7.પુશઅપ્સ કરતી વખતે તાળીઓ પાડતા શીખવુ

8.એક અઠવાડિયામાં ચંદ્ર, મંગળ, બુધ અને શનિના જ્ઞાનના ચાર્ટ બનાવવા
9.બ્લૂ હૉલમાં ડાઇવ મારવી
10.ડબલ સ્લિટ પ્રયોગનો અનુભવ
11. 1000 વૃક્ષો વાવવા
12.દિલ્હીની એન્જિનીયરિંગ કૉલેજની હૉસ્ટેલાં સાંજનો સમય પસાર કરવો
13.ISRO/ NASAની વર્કશૉપમાં બાળકોને મોકલવા
14.કૈલાશમાં જઇને મેડિટેશન કરવુ

15.ચેમ્પિયન સાથે પૉકર રમવી
16.પુસ્તક લખવુ
17.CERN મુલાકાત લેવી
18.ઓરોરા બોરેલેઇસને પેન્ટ કરવુ
19.NASAના બીજા વર્કશૉપની મુલાકાત લેવી
20.છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા
21.સેનોટેસમાં સ્વીમિંગ કરવુ
22.અંધજનોને કૉડિંગ શીખવાડવુ
23.અઠવાડિયામાં એકવાર જંગલમાં રખડવા જવુ
24.વૈદિક જ્યોતિસનુ જ્ઞાન લેવુ
25.ડિઝનીલેન્ડ જવુ
26.LIGOની મુલાકાત લેવી
27.એક ઘોડો લાવવો
28.10 પ્રકારના ડાન્સ શીખવા
29.મફત શિક્ષણ માટે કામ કરવુ
30.એક પાવરફૂલ ટેલિસ્કૉપની મદદથી એન્ડ્રોમેડા જોવી
31.ક્રિયા યોગા શીખવા
32.એન્ટાર્કટિકાની મુલાકાત લેવી
33.ટ્રેનમાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સમાં મદદ કરવી
34.જીવીત જ્વાળામુખીને શૂટ કરવુ

36.બાળકોને ડાન્સ શીખવાડવો
37.એક મહત્વકાંક્ષી આર્ચર બનવુ
38.હૉલીડે ફિઝીક્સની બુકો વાંચવી
39.પોલીનેસિયન ખગોળવિજ્ઞાન શીખવુ
40.ગીટાર પર 50 મનગમતા ગીતો શીખવા
41.ચેમ્પિયન સાથે ચેસ રમવી
42.પોતાની એક લેમ્બોર્ગિની વસાવવી
43.વિયાનાની સેન્ટ સ્ટેફન કેથડ્રેલની મુલાકાત લેવી
44.સાયમાટિક્સનો અનુભવ લેવો
45.ભારતીય સ્વસુરક્ષા દળ માટે બાળકોને તૈયાર કરવા
46.સ્વામી વિવેકાનંદ પર એક ડૉક્યૂમેન્ટરી બનાવવી
47.લહેરોને જાણવી
48.AI અને ટેકનોલૉજી પર કામ કરવુ
49.કૈપીરા શીખવુ
50.ટ્રેનમાં યુરોપની સફર કરવી

સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.