મુંબઇઃ બૉલીવુડ એક્ટર વરુણ ધવને સોમવારે એક 26 સેકન્ડનો વીડિયો ટ્વીટ કર્યો, જેમાં તે આઇસ-સ્કેટિંગ કરતો દેખાઇ રહ્યો છે, બાદમાં તે રૈપિંગ કરતી વખતે અચાનક પડી જાય છે. વીડિયો જોયા પછી કેટલાક ફેન્સ વરુણ ધવનની પ્રસંશા કરે છે, વળી કેટલાક લોકો તેને સંભાળીને કામ કરવાની સલાહ આપી રહ્યાં છે. કેમકે વીડિયોના અંતમાં વરુણ લથડાતો દેખાઇ રહ્યો છે.

વરુણ ધવને આ વીડિયો પૉસ્ટ કરતાં કેપ્ટન લખ્યુ કે, "રૈપ અને આઇસ સ્કેટ. તમે આને અંત સુધી જુઓ, જેથી તમાને ખબર પડે કે તમારે આવુ કેમ ના કરવુ જોઇએ."


વીડિયો અત્યાર સુધી 6000 વાર જોવાઇ ચૂક્યો છે, સાથે 98 વાર રિટ્વીટ અને 1.1 હજાર લાઇક્સ મળી ચૂકી છે. ધવનનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.