મુંબઇઃ લૉકડાઉન દરમિયાન બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પુરેપુરી બંધ પડી ગઇ છે, અને આ મહામારીના કારણે લોકોને પોતાનુ ઘર ચલાવવુ પણ મુશ્કેલ બની ગયુ છે. લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર વરુણ ધવન કેટલાય બેકગ્રાઉન્ડ ડાન્સર્સની મદદ કરવા માટે આગળ આવ્યો છે.

આ મહામારીના સમયે કેટલાય બેકગ્રાઉન્ડ ડાન્સરોને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સરોએ એક વીડિયો બનાવ્યો, જેમાં નિર્માતાઓ અને કલાકારોને પાસે મદદ કરવાની માંગ કરી હતી.

આ વીડિયોને જોયા બાદ અભિેનેતા વરુણ ધવને 200થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા અને તેમની મદદ કરી, સાથે સાથે ફિલ્મ મેકર ડેવિડ ધવને પણ ડાન્સરોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.



રાજે જણાવ્યુ કે વરુણે જરૂરિયાતમંદોની મદદ કરી, આમાંથી કેટલાક સાતે તેને પોતાની 3 ડાન્સ બેઝ્ડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને ડાન્સરોની મદદ કરવાનો વાયદો કર્યો હતો. એવા કેટલાય ડાન્સરો છે જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતા. કેટલાક ભાડા માટે તો કેટલાક માબાપની દવાઓ માટેની વ્યવસ્થા કરવા પૈસા માટે ઝઝૂમી રહ્યાં હતા. ભલે હાલ શૂટિંગ શરૂ થઇ ગયુ હોય પણ ડાન્સરોને હજુ પણ લાંબા સમય સુધી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે.



વરુણ ધવનના ફેન લાખોમાં છે, તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. વરુણે સોશ્યલ મીડિયા પર ફેન્સને તેમને સમર્થન અને વિશ્વાસ માટે ધન્યવાદ આપ્યો હતો. વરુણ ધવનને છેલ્લીવાર રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોયા હતો. હવે તેની આગામી ફિલ્મ કુલી નંબર 1 છે. આ ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે દેખાશે. આ ફિલ્મને પિતા ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.